Panchmahal News: પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ. ગોધરામાં નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાના રેકેટનો ખુલાસો થયો છે. જિલ્લા કલેકટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી સાત લાખ રૂપિયા રોકડ મળી આવ્યા છે.
પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટનાં મોબાઈલમાંથી વોટ્સએપ ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું છે. ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
Panchmahal News: કલેક્ટરે બાતમી આધારે પરીક્ષા કેન્દ્ર પર તપાસ કરાવી
Panchmahal News: પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા કિરીટ મણીલાલ પટેલે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત 5 મેના રોજ તેઓને સૂચના મળી હતી કે, ગોધરાના પરવડી ચોકડી પાસે આવેલી જય જલારામ સ્કૂલમાં NEETની પરીક્ષા લેવાની છે, આ પરીક્ષામાં તુષાર ભટ્ટ નામનો ઇસમ ગેરરીતિ આચરનાર છે, જેના આધારે જિલ્લા શિક્ષણાધિકારી તેઓની ટીમ સાથે સવારે 10 કલાકે પરવડી ખાતે આવેલી જય જલારામ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં પ્રિન્સિપાલ ચેમ્બરમાં શાળાનો સ્ટાફ હાજર હતો. જ્યાં તમામ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં તુષાર ભટ્ટ નામનો વ્યક્તિ પણ હાજર હતો.
સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જય જલારામ સ્કૂલ ગોધરાનાં શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાનાં રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના શખ્સ સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Panchmahal News: આરીફ વોરાએ 7 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા
Panchmahal News: પરિક્ષામાં વિદ્યાર્થીઓને આવડતા પ્રશ્નોના જવાબ લખવાના હતા અને બાકીના જવાબ ઉત્તરવહીમાં જે તે સ્થિતિમાં કોરા મુકી દેવાના હતા. જે પરિક્ષા પુર્ણ થાય અને સુપરવાઇઝર પરિક્ષાખંડમાંથી લેબમાં આવે અને ઓએમઆર શીટ જમા કર્યા બાદ નક્કી કરેલા રોલ નંબરવાળા પરીક્ષાર્થીઓના જવાબવહીમાં જવાબ લખી આપવાના હોવાનું જણાવ્યું હતું. વધુ પુછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, 6 પરીક્ષાર્થીઓના નામનું લીસ્ટ ગોધરાની હિલપાર્ક સોસાયટીમાં રહેતા આરીફ વોરા નામના ઈસમે આપ્યું હતું. તેઓએ પણ એક પરિક્ષાર્થી દીઠ રૂ. 10 લાખ પાસ કરવા તેમજ મેરીટમાં આવે તે માટે નક્કી કર્યા હતા અને આ આરીફ વોરાએ તેઓને રૂ. 7 લાખ સવારના સમયે તેના ઘરે બોલાવીને આપ્યા હતાં.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો