DAHOD NEWS : દાહોદના પરથમપુરામાં બુથ કેપ્ચરીંગ મામલે મોટી કાર્યવાહી, ૧૧ મેં ના રોજ ફરીવાર યોજાશે મતદાન   

0
464
DAHOD NEWS
DAHOD NEWS

DAHOD NEWS : દાહોદ લોકસભા ક્ષેત્રમાં મતદાન દરમિયાન થયેલી ગડબડી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે.   લોકસભા અંતર્ગત આવતા સંતરામપુરના પરથમપુરા ગામના બુથ નંબર-220 પર ફરીથી મતદાનના કેન્દ્રીય ચૂંટણી પંચે આદેશ આપ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતા રમેશ ભાભોરના પુત્ર વિજયની કરતૂતના કારણે પુનઃ મતદાનના આદેશ અપાયા છે. 220 નંબરના બુથ પર હવે શનિવારે એટલે કે 11 મેના રોજ ફરીથી મતદાન થશે.

DAHOD NEWS

DAHOD NEWS :  દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગનો વીડિયો વાઇરલ થયો હતો. ભાજપ નેતાના પુત્રએ બૂથ કેપ્ચરિંગ કર્યુ હતું. જે ઘટનાને લઈ ચૂંટણી પંચે દાહોદના પરથમપુરમાં ફરી મતદાન કરવાનો આદેશ કર્યો છે.  

DAHOD NEWS

DAHOD NEWS :  11 મેં સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે મતદાન

DAHOD NEWS : બુથ પરના તમામ મતદારો સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ફરી મતદાન કરી શકશે. મંગળવારે મતદાન દરમિયાન વિજય ભાભોરે બુથ પરનું ઈવીએમ કેપ્ચર કર્યુ હતુ. એટલું જ નહીં ઈન્સ્ટાગ્રામ પર વિજય ભાભોરના આ નબીરાએ તેનું લાઈવ પણ કર્યુ હતું. જો કે નેતા પુત્રની આ કરતૂતની મીડિયામાં જોરદાર ચર્ચા પણ થઈ છે. સાથે જ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડે પુનઃ મતદાનની પણ માગ કરી હતી.

DAHOD NEWS

DAHOD NEWS :  ચૂંટણી પંચના આદેશ બાદ સ્થાનિક ચૂંટણી અધિકારીએ તપાસ અહેવાલ રજૂ કર્યો જેના આધાર પર ફરીથી મતદાન યોજાવા જઈ રહ્યુ છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં વિજય ભાભોર અને મગન ડામોર નામના શખ્સની ધરપકડ કરી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો