T20 World Cup 2024: ક્રિકેટ પ્રેમીઓને મોજેમોજ, ફ્રી… ફ્રી… T20 વર્લ્ડ કપમાં આ થયું ફ્રી

0
341
T20 World Cup 2024: ક્રિકેટ પ્રેમીઓને મોજેમોજ, ફ્રી... ફ્રી... T20 વર્લ્ડ કપમાં આ થયું ફ્રી
T20 World Cup 2024: ક્રિકેટ પ્રેમીઓને મોજેમોજ, ફ્રી... ફ્રી... T20 વર્લ્ડ કપમાં આ થયું ફ્રી

T20 World Cup 2024 Live Streaming News: ક્રિકેટ પ્રેમીઓ ખુશીના સમાચાર આવી રહ્યા છે. ટી20 વર્લ્ડકપ 2024 શરૂ થવાને એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે તેની સ્ટ્રીંમિંગને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થી રહ્યા છે.

મોટા ભાગના દેશો T20 World Cup ટુર્નામેન્ટ માટે પોતાની ટીમ જાહેર કરી ચુક્યા છે. આ વખતે આ ટુર્નામેન્ટ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. અમેરિકાને કોઈ આઈસીસી ટુર્નામેન્ટની યજમાની આપવામાં આવી હોય તેવો આ પ્રથમ મોકો છે.

T20 World Cup 2024: ક્રિકેટ પ્રેમીઓને મોજેમોજ, ફ્રી... ફ્રી... T20 વર્લ્ડ કપમાં આ થયું ફ્રી
T20 World Cup 2024: ક્રિકેટ પ્રેમીઓને મોજેમોજ, ફ્રી… ફ્રી… T20 વર્લ્ડ કપમાં આ થયું ફ્રી

વર્લ્ડ કપનું ફ્રી સ્ટ્રીમિંગ | T20 World Cup 2024 Live Streaming

ગત વર્ષે વન ડે વર્લ્ડકપ ફાઇનલમાં મળેલી હાર બાદ ભારતીય ફેંસ રોહિત શર્મા એન્ડ કંપનીને ટી20 વર્લ્ડકપ ટ્રોફી ઉઠાવતાં જોવા આતુર છે. ક્રિકેટ ફેંસ માટે સારા સમાચાર છે કે બ્રોડકાસ્ટર્સે ભારતીય ફેંસ માટે ટી20 વર્લ્ડકપ ફ્રીમા બતાવવાનો ફેંસલો કર્યો છે. 

T20 World Cup 2024નુ ફ્રી સ્ટ્રીમિંગ ડીઝની + હોટસ્ટાર (Disney+ Hotstar) પર થશે. આ માટે તમારે સબસ્ક્રીપ્શન લેવાની જરૂર નથી. તમે ફ્રીમાં મેચનો આનંદ ઉઠાવી શકશો. ટીવી પર તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર મેચનો આનંદ લઈ શકશો.

હર ઘર ક્રિકેટ… ઘર ઘર ક્રિકેટ

ડિઝની + હોટસ્ટાર (Disney+ Hotstar) ના વડા સજિત શિવાનંદે કહ્યું કે, દરેક લોકો મેચ જોઈ શકે તે માટે અમે ICC T20 વર્લ્ડ કપ મોબાઈલ પર ફ્રીમાં બતાવવાનું નક્કી કર્યું છે. આ રમત દેશના દરેક ખૂણે પહોંચવી જોઈએ અને ક્રિકેટ પ્રેમી કોઈપણ ક્ષણ ચૂકવા ન જોઈએ.

ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત 20 ટીમો

2 જૂનથી શરૂ થનારી ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 29 જૂને રમાશે. ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત 20 ટીમો ભાગ લેશે. ભારત તેનો પ્રથમ મુકાબલો આયરલેંડ સામે 5 જૂને રમશે. ટીમ ઈન્ડિયા બીજો મુકાબલો પાકિસ્તાન સામે 9 જૂને રમશે. ગત વખતે ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું.

વર્લ્ડ કપમાં વ્યુઅરશિપનો રેકોર્ડ તોડ્યો હતો

ગયા વર્ષે ભારતમાં આયોજિત ODI વર્લ્ડ કપ દરમિયાન, સ્ટ્રીમિંગમાં ઘણા દર્શકોના રેકોર્ડ તૂટી ગયા હતા. ગયા વર્ષે, જ્યારે ODI વર્લ્ડ કપનું લાઈવ સ્ટ્રીમિંગ ફ્રી કરવામાં આવ્યું હતું, ત્યારે દર્શકોનો રેકોર્ડ પાંચ વખત તૂટી ગયો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ દરમિયાન એક સમયે 5.9 કરોડ લોકો હોટ સ્ટાર પર સ્ટ્રીમિંગ જોઈ રહ્યા હતા, જે એક રેકોર્ડ છે.  

ICC T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. ચાહકો લાંબા સમયથી ICC T20 World Cup 2024 માટે ભારતની જર્સી રિલીઝ થવાની આશા રાખી રહ્યા હતા. ICC T20 વર્લ્ડ કપ 2024 માટે Adidas દ્વારા ડિઝાઇન કરાયેલ ભારતની નવી જર્સીમાં નિયમિત ટી-20 કિટમાંથી નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં નારંગી અને વાદળી રંગનો નોંધપાત્ર ભાગ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો