Home Sports World Cup Final Controversy: વર્લ્ડ કપ ફાઈનલમાં અર્શદીપ સિંહને આક્રમકતા ભારે પડી:...

World Cup Final Controversy: વર્લ્ડ કપ ફાઈનલમાં અર્શદીપ સિંહને આક્રમકતા ભારે પડી: ICCએ ફટકાર્યો મોટો દંડ, જાણો શું છે સમગ્ર વિવાદ?

0
392
World Cup Final
World Cup Final

World Cup Final Controversy: ટી20 વર્લ્ડ કપ 2026ની હાઈવોલ્ટેજ ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતે શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ મેદાન પરની એક ઘટનાએ સ્ટાર બોલર અર્શદીપ સિંહને મુશ્કેલીમાં મૂકી દીધો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ અર્શદીપ સિંહને આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ દંડ ફટકાર્યો છે.

World Cup Final Controversy: શા માટે થઈ કાર્યવાહી?

World Cup Final Controversy

ગત 8 માર્ચના રોજ રમાયેલી ફાઈનલ મેચની 11મી ઓવર દરમિયાન આ વિવાદ સર્જાયો હતો. અર્શદીપ સિંહે બોલ ફેંક્યા બાદ ફિલ્ડિંગ કરતી વખતે બોલ સીધો ન્યૂઝીલેન્ડના બેટર ડેરિલ મિશેલ તરફ ફેંક્યો હતો, જે તેના પગ પર વાગ્યો હતો. આ ઘટનાને ICCએ ‘અયોગ્ય અને જોખમી’ ગણાવી છે.

World Cup Final Controversy: ICC દ્વારા લેવામાં આવેલા કડક પગલાં:

  • આર્થિક દંડ: અર્શદીપ પર મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
  • આચાર સંહિતાનું ઉલ્લંઘન: તેને આર્ટિકલ 2.9 હેઠળ દોષિત જાહેર કરાયો છે, જે ખેલાડી તરફ જોખમી રીતે બોલ ફેંકવા સંબંધિત છે.
  • ડિમેરિટ પોઈન્ટ: અર્શદીપના શિસ્ત રેકોર્ડમાં 1 ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે. છેલ્લા 24 મહિનામાં અર્શદીપ દ્વારા કરવામાં આવેલું આ પ્રથમ ઉલ્લંઘન છે.

World Cup Final Controversy: મેદાન પર સર્જાયો હતો ગરમાગરમીનો માહોલ

બોલ વાગ્યા બાદ ડેરિલ મિશેલ અને અર્શદીપ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. મામલો એટલો બિચક્યો હતો કે કેપ્ટન સૂર્યકુમાર યાદવે વચ્ચે પડીને મામલો શાંત પાડવો પડ્યો હતો. જોકે, ખેલદિલી બતાવતા અર્શદીપે મેચ પૂરી થયા બાદ મિશેલની અંગત રીતે માફી પણ માંગી લીધી હતી.

4 પોઈન્ટ એટલે પ્રતિબંધ

ICCના નિયમો મુજબ, જો કોઈ ખેલાડીના ખાતામાં 24 મહિનાની અંદર 4 ડિમેરિટ પોઈન્ટ ભેગા થાય, તો તેના પર એક ટેસ્ટ અથવા બે મર્યાદિત ઓવરની મેચનો (ODI/T20) પ્રતિબંધ લાદવામાં આવે છે. અગાઉ વેસ્ટ ઈન્ડિઝના જેડન સીલ્સ પર પણ યશસ્વી જયસ્વાલ સામે આવું વર્તન કરવા બદલ 25 ટકા દંડ ફટકારાયો હતો.

આ પણ વાંચો :રાજ્યસભા ચૂંટણી: 10 રાજ્યોની 37 બેઠકોમાંથી 26 પર ઉમેદવારો બિનહરીફ, હવે 11 બેઠકો પર જામશે જંગ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે