PM MODI IN AYODHYA :  આજે વડાપ્રધાન મોદી અયોધ્યામાં, રામલલાના દર્શન કરી યોજશે રોડ શો !!   

0
331
PM MODI IN AYODHYA
PM MODI IN AYODHYA

PM MODI IN AYODHYA : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ દેશભરમાં લોકસભા ચૂંટણીને લઈને પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે તેઓ ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. જ્યાં ઈટાવા અને ધૌરહરામાં જનસભા પછી અયોધ્યા જવાના છે. આજે સાંજે 7 વાગ્યે પીએમ મોદી રામ લલ્લાના દર્શન કરશે. જે બાદ તેઓ રોડ શોમાં ભાગ લેશે.

PM MODI IN AYODHYA

PM MODI IN AYODHYA :  લોકસભા ચૂંટણીને લઈ ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે રવિવારે અયોધ્યા જશે. વાત જાણે એમ છે કે, આજે PM મોદી અયોધ્યામાં પહેલા ભગવાન રામલલાના દર્શન કરશે અને પછી રોડ શો કરશે. આ પહેલા PM મોદીએ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન સમયે અયોધ્યામાં રોડ શો કર્યો હતો. મહત્વનું છે કે, લોકસભા ચૂંટણી 2024 વચ્ચે PM મોદી પહેલીવાર અયોધ્યા જઈ રહ્યા છે.

PM MODI IN AYODHYA :  વડાપ્રધાન મોદી હાલ લોકસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. દરરોજ તેઓ દેશના વિવિધ ભાગોમાં રોડ શો અને ચૂંટણી સભાઓને સંબોધિત કરી રહ્યા છે. આ શ્રેણીમાં તેઓ રવિવારે એટલે કે 5 મેના રોજ અયોધ્યા પહોંચી રહ્યા છે. જોકે તેઓ ચૂંટણી પ્રચારના સંબંધમાં અયોધ્યા જઈ રહ્યા છે પરંતુ તેમના કાર્યક્રમ પહેલા તેઓ રામ મંદિરમાં ભગવાન રામલલાના દર્શન કરશે.

PM MODI IN AYODHYA

PM MODI IN AYODHYA :  અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પીએમ મોદીએ ભાગ લીધો હતો. જે બાદ આ પ્રથમ અવસર છે, જ્યારે પીએમ અયોધ્યા આવી રહ્યા છે. અહીં પીએમ મોદી ભાજપના ઉમેદવાર લલ્લૂ સિંહ માટે રોડ શો પહેલા રામ લલ્લાના દર્શન કરશે.

PM MODI IN AYODHYA :  અયોધ્યાથી કોણ કોણ મેદાનમાં છે?

PM MODI IN AYODHYA

PM MODI IN AYODHYA :  ફૈઝાબાદમાં પાંચમા તબક્કામાં મતદાન થશે. અહીં 20 મેના રોજ મતદાન થશે. પાંચમા તબક્કામાં મોહનલાલગંજ, લખનૌ, રાયબરેલી, અમેઠી, જાલૌન, ઝાંસી, હમીરપુર, બાંદા, ફતેહપુર, કૌશામ્બી, બારાબંકી, કૈસરગંજ અને ગોંડામાં પણ મતદાન થશે. બસપાએ અયોધ્યા (ફૈઝાબાદ લોકસભા મતવિસ્તાર)થી પોતાના ઉમેદવાર તરીકે બ્રાહ્મણ ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. BSPમાં જોડાયા બાદ માયાવતીએ અયોધ્યાથી આંબેડકર નગરના ભાજપના પૂર્વ જિલ્લા અધ્યક્ષ સચ્ચિદાનંદ પાંડે ‘સચિન’ને ટિકિટ આપી છે. બીજી તરફ ભાજપે આ સીટ પર અવધેશ પ્રસાદ પર લલ્લુ સિંહ અને સમાજવાદી પાર્ટી-કોંગ્રેસ ગઠબંધન પર વિશ્વાસ વ્યક્ત કર્યો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો