LOKSABHA ELECTION  : કોંગ્રેસે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહીત 3 નેતાઓ વિરુદ્ધ નોંધાવી ચૂંટણી પંચમાં ફરિયાદ

0
337
LOKSABHA ELECTION
LOKSABHA ELECTION

LOKSABHA ELECTION  : કોંગ્રેસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપના સોશિયલ મીડિયા પ્રભારી અમિત માલવિયા અને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્ર વિરુદ્ધ ભાજપ કર્ણાટક દ્વારા તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયોને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપ અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્યોને કોઈ ચોક્કસ ઉમેદવારને મત ન આપવા માટે ધમકી આપી રહ્યું છે.

LOKSABHA ELECTION 

LOKSABHA ELECTION  :  લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસે ભાજપના ત્રણ અગ્રણી નેતાઓ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપે તેના સોશિયલ મીડિયા પર એક કથિત વીડિયો શેર કર્યો છે જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્યોને કોઈ ચોક્કસ ઉમેદવારને મત ન આપવા માટે ધમકી આપવામાં આવી રહી છે.

LOKSABHA ELECTION  :  કોંગ્રેસે આ વીડિયોને લઈને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, પાર્ટીના સોશિયલ મીડિયા ઈન્ચાર્જ અમિત માલવિયા અને કર્ણાટક બીજેપી અધ્યક્ષ બીવાય વિજયેન્દ્ર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપે એનિમેટેડ વીડિયો શેર કરીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ખોટી રીતે રજૂ કર્યા છે.

LOKSABHA ELECTION  :  SC-STને લઈને વિવાદ વધ્યો

LOKSABHA ELECTION 

LOKSABHA ELECTION  : કોંગ્રેસે તેની ફરિયાદમાં દાવો કર્યો છે કે ભાજપે અનુસૂચિત જાતિ અથવા જનજાતિના સભ્યોને કોઈ ચોક્કસ ઉમેદવારને મત ન આપવા માટે ડરાવી દીધા છે. તેમજ, રાહુલ ગાંધી અને સિદ્ધારમૈયાના એનિમેટેડ વિડીયોનો ઉપયોગ કરીને કોંગ્રેસ પાર્ટી ચોક્કસ ધર્મની તરફેણ કરે છે અને SC/ST અને OBC સમુદાયના સભ્યોને દબાવી રહી છે તે બતાવવા માટે શેર કરવામાં આવી છે, જે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.

 LOKSABHA ELECTION  :  મુખ્ય ચૂંટણી અધિકારીને કોણે લખ્યો પત્ર?

LOKSABHA ELECTION  :  કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા અને કોમ્યુનિકેશન હેડ રમેશ બાબુએ મુખ્ય ચૂંટણી અધિકારીને આ પત્ર લખ્યો છે. ચૂંટણી પંચને લખેલા પત્રમાં ભાજપ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોની લિંક અને પોસ્ટ પણ શેર કરવામાં આવી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો