અનોખી ઓફર: મારી પાસેથી પૈસા લો અને મને નોકરી આપો, સ્ટાર્ટઅપ ફાઉન્ડરે નોકરી માંગવાનો અનોખો આઈડિયા શેર કર્યો

0
177
Wingify Founder: મારી પાસેથી પૈસા લો અને મને નોકરી આપો
Wingify Founder: મારી પાસેથી પૈસા લો અને મને નોકરી આપો

Wingify Founder: આ ઘટના વિંગીફાઈના ફાઉન્ડર પારસ ચોપરા સાથે બની. તેમણે આ ચેટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ પોસ્ટ પર ઘણી રસપ્રદ કોમેન્ટ્સ આવી રહી છે.

Wingify Founder: અમે બધા નોકરી માટે બેસ્ટ CV તૈયાર કરીએ છીએ. તમે તમારા અનુભવોને સારી રીતે દર્શાવો છો. એક સારો કવર લેટર પણ તૈયાર કરો છો. આ પછી, ઇન્ટરવ્યુમાં નોલેજ, અનુભવ અને મેનેજમેન્ટ ક્ષમતાને દર્શાવવાનો પ્રયાસ કરે છે જેથી તેઓ કંપનીને પ્રભાવિત કરી શકે. પરંતુ હવે માર્કેટમાં નોકરી મેળવવા માટે નવા કારનામા કરવા લાગ્યા છે, જે તરત જ વાયરલ થઈ જાય છે. આવું જ કંઈક એક સ્ટાર્ટઅપ સાથે થયું, જ્યાં નોકરી શોધનાર વ્યક્તિએ કંપનીને પૈસાની પણ ઓફર કરી. સ્ટાર્ટઅપના ફાઉન્ડરે આ સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેને લોકો તરફથી ખૂબ જ રસપ્રદ પ્રતિક્રિયા મળી રહી છે.

Wingify Founder
Wingify Founder

Wingify Founder:  વિંગીફાઈના ફાઉન્ડર સાથે બની આ ઘટના

આ ઘટના પારસ ચોપરા સાથે બની છે, જેઓ સોફ્ટવેર કંપની વિંગીફાઈના ફાઉન્ડર (Wingify Founder) છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઓફરનો સ્ક્રીનશોટ શેર કરતા તેમણે લખ્યું કે જો તમે કોઈને પ્રભાવિત કરવા માંગતા હોવ તો આ પણ એક રસ્તો છે. આ મેસેજે મારું ધ્યાન પણ ખેંચ્યું. જોકે, અમે આ પૈસા લીધા નથી. પારસ ચોપરાને મળેલા મેસેજમાં લખ્યું હતું કે જો તમે મને નોકરી આપશો તો હું તમને 500 ડોલર આપીશ. જો હું એક અઠવાડિયામાં મારી યોગ્યતા સાબિત ન કરી શકું તો તમે મને કાઢી પણ શકો છો. અને આ પૈસા પણ તમે રાખી લેજો.

ગંભીરતા સમજવા માટે જ પૈસાની ઓફર કરવામાં આવી

મેસેજમાં લખવામાં આવ્યું હતું કે હું વિંગીફાઈમાં કામ કરવા માંગુ છું. તમે મારી ગંભીરતા સમજો તે માટે જ હું પૈસા આપી રહ્યો છું. હું તમારો સમય બગાડવા માંગતો નથી અને તમે મને રિજેક્ટ ના કરો તે માટે આ ઓફર મુકી છે. આ પોસ્ટ પર એક યુઝરે લખ્યું કે આ ઓફર બતાવે છે કે જોબ માર્કેટ કેટલું ખરાબ છે. નોકરીની શોધમાં એક વ્યક્તિ કંપનીને પૈસાની ઑફર કરી રહ્યો છે.

એન્ટિમેટલના સીઈઓને પિઝા સાથે રિઝ્યુમ મોકલવામાં આવ્યો હતો

એન્ટિમેટલના સીઇઓ મેથ્યુ પાર્કહર્સ્ટ સાથે પણ આવી જ ઘટના બની હતી. કોઈએ તેને એક પત્ર અને પિઝા મોકલીને સીવી સાથે ઇન્ટર્નશિપ માટે પૂછ્યું હતું. તેણે કહ્યું કે આ મારી તરફથી ઈન્ટર્નશિપ માટે તમારી ટીમને લાંચ છે. પારસ ચોપરાએ 2009માં વિંગીફાઈની શરૂઆત કરી હતી. તેમણે ફોર્બ્સની 30 અંડર 30ની યાદીમાં પણ જગ્યા બનાવી છે.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો