Kutch KSHATRIY SAMAJ : રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ રાજા-રજવાડાઓ અંગે કરેલી અણછાજતી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. એવામાં ક્ષત્રિય આંદોલનના સમર્થનમાં માંડવી તાલુકા પંચાયતના સભ્ય ભૂપેન્દ્રસિંહ જાડેજાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે.
Kutch KSHATRIY SAMAJ : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગના વિરોધ વચ્ચે ક્ષત્રિય સમાજના સમર્થનમાં માંડવી તાલુકા પંચાયતના સભ્ય ભૂપેન્દ્રસિંહ જાડેજાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. કચ્છ જિલ્લામાં પખવાડિયાથી ચાલી રહેલા વિરોધ વચ્ચે ધરમથ દ્વારા ભાજપમાંથી રાજીનામું આપવાની આ પ્રથમ ઘટના છે.
Kutch KSHATRIY SAMAJ : ભાજપના વર્ષો જુના કાર્યકર રહી ચુક્યા છે
આ અંગે માંડવી તાલુકા પંચાયતની ગુંદીયાલી બેઠક પરથી ચૂંટાયેલા ભૂપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, તેઓ ભાજપના વર્ષો જૂના કાર્યકર છે. જો કે આજે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યાં છે.
Kutch KSHATRIY SAMAJ : ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદિત ટિપ્પણી છતાં રુપાલાની ટિકિટ નહીં કાપીને ભાજપે તેમના વાણી વિલાસને સમર્થન આપ્યું છે. આથી ક્ષત્રિય સમાજ જે ભાજપ વિરુદ્ધ આંદોલન ચલાવી રહ્યો છે, તેને પોતે સમર્થન જાહેર કરે છે. મારા માટે મારો સમાજ પ્રથમ છે. જે વ્યક્તિ પોતાના સમાજ સાથે ના રહે, તો તેને સમાજ ક્યારેય માફ ના કરે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો