Home Breaking News Elon Musk in China: ભારતનો પ્રવાસ રદ્દ કર્યો પરંતુ ચીન પહોંચ્યા ટેસ્લાના...

Elon Musk in China: ભારતનો પ્રવાસ રદ્દ કર્યો પરંતુ ચીન પહોંચ્યા ટેસ્લાના માલિક મસ્ક ! જાણો કારણ

0
903
Elon Musk in China
Elon Musk in China

Elon Musk in China: ટેસ્લાના સીઈઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “x” ના માલિક  ઇલોન મસ્ક અચાનક ચીન પ્રવાસ પર પહોંચ્યા છે,  ચીનની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે તેણે થોડા દિવસો પહેલા ભારતની મુલાકાત મોકૂફ કરી દીધી હતી. તેણે કહ્યું હતું કે તે ટેસ્લાના કામને કારણે ભારત આવી શકશે નહીં.

Elon Musk in China:  ઇલોન મસ્કના પ્રવાસને મુલતવી રાખવાની માહિતી 20 એપ્રિલે બહાર આવી હતી. મસ્ક તેમના ભારત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા. આ બેઠકમાં ભારતીય બજારમાં ટેસ્લાની એન્ટ્રી પર પણ ચર્ચા થવાની હતી. ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનું માર્કેટ પણ ઝડપથી વધી રહ્યું છે. ભારત પ્રવાસ સ્થગિત કરવા પર, ઇલોન મસ્કએ કહ્યું હતું કે, “દુર્ભાગ્યે, ટેસ્લાની મોટી જવાબદારીઓને કારણે, ભારતનો પ્રવાસ મુલતવી રાખવો પડ્યો, પરંતુ હું આ વર્ષના અંતમાં ત્યાં જવા માટે ઉત્સાહિત છું.

Elon Musk in China

Elon Musk in China:  ચીન પ્રવાસનો હેતુ શું છે?

Elon Musk in China: ઈલોન મસ્કની અચાનક ચીનની મુલાકાતના કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જો કે, મોટાભાગના લોકોનું કહેવું છે કે મસ્કનું ચીન જવું એ એવો મેસેજ છે કે  જેથી ટેસ્લા ચીનના ઇલેક્ટ્રિક વાહન માર્કેટમાં પ્રવેશ કરી શકે. ઇલેક્ટ્રિક વાહનો માટે ચીન બીજા નંબરનું સૌથી મોટું બજાર છે. હાલમાં, ચીનમાં BYD, Li Auto અને Xpeng નામની કાર કંપનીઓ છે, જે ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં કાર બનાવી રહી છે. BYDની ઇલેક્ટ્રિક કાર ચીનમાં સૌથી વધુ વેચાય છે.

Elon Musk in China

રોઇટર્સના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઇલોન મસ્ક ચીનની રાજધાની બેઇજિંગમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરવા જઇ રહ્યા છે. આ મીટિંગમાં, Tesla CEO ચીનમાં ફુલ-સેલ્ફ ડ્રાઇવિંગ (FSD) સોફ્ટવેર લાગુ કરવા વિશે વાત કરશે. તે ટેસ્લા કારમાં આપવામાં આવતી ઓટોનોમસ ડ્રાઇવિંગ ટેક્નોલોજી માટે એલ્ગોરિધમને તાલીમ આપવાના ઉદ્દેશ્ય સાથે ચીનમાં એકત્રિત કરવામાં આવેલા ડેટાને વિદેશમાં એટલે કે અમેરિકામાં ટ્રાન્સફર કરવા માટે પણ મંજૂરી મેળવવા જઈ રહ્યો છે.

Elon Musk in China:  ફુલ-સેલ્ફ ડ્રાઇવિંગ ટેસ્લા ચીનમાં ઉપલબ્ધ થશે

Elon Musk in China

Elon Musk in China:  તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક પ્રશ્નના જવાબમાં, ઇલોન મસ્કએ કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં ચાઇનીઝ ગ્રાહકોને FSD ઉપલબ્ધ કરાવશે. એફએસડી સોફ્ટવેર સાથે ટેસ્લામાં, ડ્રાઈવરને કાર ચલાવવાની જરૂર નથી, બલ્કે તે ઓટોપાયલટ મોડમાં પોતાની જાતે ચાલે છે. ઓટોપાયલોટ સોફ્ટવેર ચાર વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ ચીનના ગ્રાહકો માટે હજુ સુધી આ સેવા શરૂ કરવામાં આવી નથી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે