Gujarat coast : ગુજરાત ATS અને નાર્કોટીક્સનું સફળ ઓપરેશન,  અરબી સમુદ્રમાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું

0
84
Gujarat coast
Gujarat coast

Gujarat coast : ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાય છે ત્યારે વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. અરબી સમુદ્ર માર્ગે નશીલા પદાર્થનો કાળો કારબોર કરનારા સુરક્ષા એજન્સી સંકજામાં આવી જાય છે. ગુજરાતના દરિયામાંથી અત્યાર સુધીમા કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયુ છે. ત્યારે વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું જાણવા મળી રહ્યુ છે.  

Gujarat coast : કોસ્ટગાર્ડ, એનસીબી અને એટીએસને મળેલા ઇન્પુટના આધારે અરબી સમુદ્રમાંથી ડ્રગ્સનો 86 કિલો જથ્થો ઝડપી લીધો છે. જેમની બજાર કિંમત રૂ. 600 કરોડ હોવાનું જાણવા મળી રહ્યું છે. ડ્રગ્સના જથ્થા સાથે 14 જેટલા પાકિસ્તાનીઓ પણ ઝડપાયા હોવાનું સુત્રોમાંથી વિગતો પ્રાપ્ત થઇ રહી છે. વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી છે. નશીલા પદાર્થ સાથે ઝડપાયેલા પાકિસ્તાનીઓને પોરબંદર લાવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.

Gujarat coast :  600 કરોડની કિંમતનો અંદાજે 86 કિલો નાર્કોટિક્સ પકડાયું

Gujarat coast


​​​​​​​ Gujarat coast : પોરબંદર ઇન્ડિયન કોસ્ટ ગાડે 28 એપ્રિલ 24ના રોજ દરિયામાં ગુપ્ત માહિતી આધારે એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પાકિસ્તાની બોટમાંથી 14 ક્રૂ સાથે રૂ. 600 કરોડની કિંમતનો અંદાજે 86 કિલો નાર્કોટિક્સ પકડવામાં આવ્યું હતું. આ ઓપરેશન જેમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ સહયોગ કર્યો હતો. જે સફળ ઓપરેશનમાં પરિણમ્યું હતું.

Gujarat coast :  મોટી માત્રામાં માદક દ્રવ્યોની હાજરીની પુષ્ટિ​​​​​​​

Gujarat coast


Gujarat coast :  ઓપરેશનને સફળ કરવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો અને એર ક્રાફટ મિશન પર તૈનાત કરવામાં આવ્યા હતા. ICG જહાજ રાજરતન, જેમાં NCB અને ATS અધિકારીઓ હતા, તેણે શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી. ડ્રગથી ભરેલી બોટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી કોઈપણ પ્રકારની છટકબારી કોસ્ટ ગાર્ડના જહાજ રાજરતનને લીધે થઇ શકી નથીઅને ટ્રેપ સફળ થઈ હતી. જહાજની નિષ્ણાત ટીમે શંકાસ્પદ બોટ પર સવારી કરી અને સંપૂર્ણ તપાસ કર્યા પછી, મોટી માત્રામાં માદક દ્રવ્યોની હાજરીની પુષ્ટિ કરી હતી.

Gujarat coast :  14 જેટલા પાકિસ્તાનીઓ પણ ઝડપાયા

Gujarat coast


​​​​​​​પાકિસ્તાની બોટને તેના ક્રૂ સાથે પકડી લેવામાં આવી છે અને વધુ તપાસ માટે તેને પોરબંદર લાવવામાં આવી રહી છે. ICG અને ATSની સંયુક્તતા, જેના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં કાયદાના અમલીકરણની આવી અગિયાર સફળ કામગીરી થઈ છે, જે રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે સિદ્ધ થઈ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો