Home Breaking News Lok Sabha Elections  : જમ્મુ કાશ્મીરમાં વિપક્ષ પર વરસ્યા વડાપ્રધાન મોદી, કાશ્મીરવાસીઓને...

Lok Sabha Elections  : જમ્મુ કાશ્મીરમાં વિપક્ષ પર વરસ્યા વડાપ્રધાન મોદી, કાશ્મીરવાસીઓને આપી 2 ગેરેંટી  

0
901
Lok Sabha Elections
Lok Sabha Elections

Lok Sabha Elections  : લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે સાત દિવસ જેટલો સમય બાકી છે ત્યારે રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. આ વચ્ચે આજે વડાપ્રધાન મોદી જમ્મુ કાશ્મીરમાં એક રેલીને સંબોધિત કરીને બે મોટી જાહેરાતો કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે અને ટૂંક સમયમાં અહીં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. વડાપ્રધાનની આ જાહેરાત એટલા માટે પણ ખૂબ મહત્વની છે કારણ કે નેશનલ કોન્ફરન્સ અને પીડીપી સહિત તમામ રાજકીય પક્ષો કલમ 370 હટાવ્યા બાદથી જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની માંગ કરી રહ્યા છે.

Lok Sabha Elections

Lok Sabha Elections  : ઈન્ડીયા ગઠબંધનને દેશના મોટાભાગના લોકોની પરવા નથી : PM મોદી

Lok Sabha Elections  : પોતાના સંબોધનમાં આગળ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ‘કોંગ્રેસ અને ઈન્ડીયા ગઠબંધનને દેશના મોટાભાગના લોકોની પરવા નથી. વડાપ્રધાને નોન-વેજ ફૂડનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ‘નવરાત્રિ દરમિયાન નોન-વેજ ફૂડનો વીડિયો બતાવીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડીને તેઓ (વિપક્ષ) કોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે?

Lok Sabha Elections  : આજે જ્યારે હું બોલી રહ્યો છું, ત્યારપછી આ લોકો મારા પર અપશબ્દોનો મારો ચલાવશે. પરંતુ જ્યારે વસ્તુઓ અસહ્ય બની જાય છે, ત્યારે લોકશાહીમાં મારી જવાબદારી છે કે હું દેશને દરેક વસ્તુની સાચી બાજુ જણાવું. આ લોકો જાણી જોઈને આવું કરે છે જેથી આ દેશની માન્યતાઓ પર પ્રહાર થાય. આવું એટલા માટે થાય છે કે લોકોનો મોટો વર્ગ તેમના વીડિયો જોવામાં અસ્વસ્થતા અનુભવે છે. સમસ્યા આ શૈલીની છે જે તુષ્ટિકરણથી આગળ વધે છે, આ તેમની મુઘલ વિચારસરણી છે.

Lok Sabha Elections  : કાંડી ડેમ પ્રોજેક્ટ અમારી સરકારે પૂર્ણ કર્યો : વડાપ્રધાન

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ‘આ જ મેદાનમાં 10 વર્ષ પહેલા મેં કહ્યું હતું કે તમારે મારામાં વિશ્વાસ રાખવો જોઈએ. હું દાયકાઓ જૂના મુદ્દાઓ ઉકેલીશ. મેં મહિલાઓના સન્માન અને ગરિમાનું રક્ષણ કરવાની ખાતરી આપી હતી. લોકોને આગામી 5 વર્ષ સુધી મફત રાશન મળશે, જમ્મુ-કાશ્મીરના લોકોને આયુષ્માન મેડિકલ વીમા કવર મળી રહ્યું છે. અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. મોબાઈલ કનેક્ટિવિટી દૂરના વિસ્તારોમાં વિસ્તારવામાં આવી છે. મોદીની ગેરંટી એટલે પરિપૂર્ણતાની ગેરંટી. આ સિવાય શાહપુર કાંડી ડેમનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે શાહપુર કાંડી ડેમ પ્રોજેક્ટ જે દાયકાઓથી અટવાયેલો હતો તે અમારી સરકારે પૂર્ણ કર્યો છે. રાવીનું પાણી જે પાકિસ્તાન તરફ વહેતું હતું તે હવે બંધ થઈ જશે.

Lok Sabha Elections  :  જમ્મુ કાશ્મીરમાં પાંચ તબક્કામાં ચૂંટણી યોજાશે

Lok Sabha Elections

જમ્મુ-કાશ્મીરની પાંચ લોકસભા બેઠકો માટે પાંચ તબક્કામાં ચૂંટણી યોજાશે. રાજ્યમાં 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે અને 20 મેના રોજ મતદાન થશે જેનું પરિણામ ચોથી જૂને આવશે. જમ્મુ-કાશ્મીરની ઉધમપુર બેઠક પર 19મી એપ્રિલે મતદાન થશે. જ્યારે જમ્મુ બેઠક પર 26મી એપ્રિલે મતદાન થશે. અનંતનાગ અને રાજૌરી બેઠકો માટે 7 મેના રોજ મતદાન થવાનું છે. જ્યારે શ્રીનગર બેઠક પર 13 મેના રોજ મતદાન થશે. બારામુલા બેઠક માટે આખરે 20 મેના રોજ મતદાન થવાનું છે. લદ્દાખની એકમાત્ર લોકસભા બેઠક પર પણ 20 મેના રોજ મતદાન થશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે