LSG vs DC : આજની મેચમાં એક સરતાજ તો એક જીતનો મોહતાજ, જાણો આજની મેચમાં કોણ મારી શકે છે બાજી ?

0
231
LSG vs DC
LSG vs DC

LSG vs DC : IPL 2024ની 26મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સાથે થશે. કેએલ રાહુલની કપ્તાનીમાં લખનૌની ટીમે જીતની હેટ્રિક લગાવી છે. જયારે બીજીબાજુ  દિલ્હી આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી પાંચ મેચમાંથી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહ્યું છે. બંને ટીમો વચ્ચેની આ મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાશે.

LSG vs DC

LSG vs DC : IPL 2024માં જીતની હેટ્રિક નોંધાવનાર લખનૌ સુપર જાયન્ટ્સ તેની આગામી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. લખનૌએ તેની છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. જયારે  આ સિઝનમાં દિલ્હીની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ટીમ અત્યાર સુધી રમાયેલી પાંચ મેચમાંથી માત્ર એક જ જીતવામાં સફળ રહી છે.

LSG vs DC :  હેડ ટૂ હેડ મુકાબલામાં કોણ મજબુત ?

LSG vs DC

LSG vs DC : IPLમાં અત્યાર સુધીમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ત્રણ મેચ રમાઈ છે. લખનૌ સુપર જાયન્ટ્સે આ તમામમાં જીત મેળવી છે. દિલ્હી કેપિટલ્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સનો સર્વોચ્ચ સ્કોર 195 રન છે. દિલ્હી કેપિટલ્સનો સર્વોચ્ચ સ્કોર લખનૌ સુપર જાયન્ટ્સ સામે 189 રન છે. બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ IPL 2023માં થઈ હતી. જેમાં એલએસજી 50 રને જીતી ગયું હતું.

LSG vs DC :  પીચ રીપોર્ટ શું કહે છે ?

LSG vs DC

LSG vs DC : ઈકાના ક્રિકેટ સ્ટેડિયમની પીચ બોલરોને ટેકો આપવા માટે જાણીતી છે, જ્યારે બેટ્સમેનોને ક્યારેક થોડી મદદ મળે છે. પિચની પ્રકૃતિ એકસરખી નથી. આ જ કારણ છે કે ચોક્કસ દિવસે જ તેનું મૂલ્યાંકન કરી શકાય છે. આ મેદાન પર ઘણી ઓછી ટી-20 મેચ રમાઈ છે. અહીં ઝડપી બોલરોએ 65 અને સ્પિનરોએ 47 વિકેટ ઝડપી છે. અહીં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 155 રન છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો