Parshottam Rupala :   ક્ષત્રિય સમાજના વિરોધ બાદ પરષોત્તમ રૂપાલાની સુરક્ષામાં કરાયો વધારો

0
234
Parshottam Rupala 
Parshottam Rupala 

Parshottam Rupala  : રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી લઈ મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ક્ષત્રિય સમાજ આગેવાનો દ્વારા રાજ્યભરમાં ઉપગ્રહ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પરષોત્તમ રૂપાલાનું પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આજે પણ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.

Parshottam Rupala 

Parshottam Rupala  : ત્યારે પરષોત્તમ રૂપાલા નિવાસસ્થાને પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. તેમજ પરષોત્તમ રૂપાલાની સુરક્ષામાં પણ પોલીસ દ્વારા તાત્કાલિક વધારો કરી દેવામાં આવ્યો છે. ગઈકાલે રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના પૂતળું દહન કરનાર ત્રણ લોકો સામે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Parshottam Rupala 
Parshottam Rupala 

Parshottam Rupala  :  રાજકોટના ACP ચૌધરીએ  જણાવ્યું હતું કે, પરષોત્તમ રૂપાલાની ઘરે અને તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમના ઘરે એક ACP, એક PI, ચાર PSI અને 10 જેટલા પોલીસ કર્મીઓનો તેમના નિવાસ્થાને બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

Parshottam Rupala 

Parshottam Rupala  :   શું છે સમગ્ર મામલો ?

પરષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રીય સમાજ વિરૂધ ટીપ્પણી કર્યા બાદ રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધવમાં આવી રહ્યો છે.   ગુજરાતના વિવિધ શહેરોમાં પરષોત્તમ રૂપાલાના પૂતળા દહન કરી રાજપુત સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જે બાદ પરષોત્તમ રૂપાલાની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ભાજપ કાર્યાલય અને તેમના નિવાસ્થાને પોલીસ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત પરસોતમ રૂપાલાની સભા તેમજ પ્રચાર જે વિસ્તારમાં હોય ત્યાં તેમની સુરક્ષાની જવાબદારી લાગત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને સોંપવામાં આવી છે. પરસોતમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો