GT WIN :  SRH સામે ઘર આંગણે ગુજરાત ટાઇટન્સનો વિજય, પોઈન્ટ ટેબલમાં પહોંચ્યું 4 સ્થાને  

0
51
GT WIN
GT WIN

GT WIN : IPL 2024ની 12મી મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું હતું. ગુજરાત ટાઇટન્સ તરફથી ડેવિડ મિલર અને સાઇ સુદર્શને શાનદાર ઇનિંગ્સ રમી હતી. ત્રણ મેચમાં ગુજરાતની આ બીજી જીત હતી. જીત સાથે ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં 8 માં નંબરથી છલાંગ લગાવી 4 નંબર પર પહોંચી ગયું હતું.  

GT WIN

GT WIN : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની મેચ નંબર-12માં ગુજરાત ટાઇટન્સ (GT) અને  સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે યોજાઈ હતી  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે (31 માર્ચ) રમાયેલી આ મેચમાં ગુજરાતે સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું હતું. ગુજરાતને જીતવા માટે 163 રનનો ટાર્ગેટ હતો, જે તેણે પાંચ બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો.

GT WIN

GT WIN : ઇમ્પેક્ટ પ્લેયર સાઇ સુદર્શન રહ્યો હીરો

GT WIN

 ગુજરાત ટાઇટન્સ માટે, ઇમ્પેક્ટ પ્લેયર સાઇ સુદર્શને 36 બોલમાં 45 રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો, જેમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે ડેવિડ મિલરે 27 બોલમાં 44 રનની અણનમ ઇનિંગ રમી હતી. મિલરે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

GT WIN

GT WIN :  ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે આઠ વિકેટે 162 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી અબ્દુલ સમદ અને અભિષેક શર્માએ 29-29 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન અબ્દુલ સમદે 14 બોલનો સામનો કર્યો અને ત્રણ ચોગ્ગા ઉપરાંત એક છગ્ગો ફટકાર્યો. જ્યારે અભિષેકે 20 બોલની ઈનિંગમાં બે ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. હેનરિક ક્લાસેન (24) અને શાહબાઝ અહેમદ (22)એ પણ ઉપયોગી યોગદાન આપ્યું હતું. ગુજરાત ટાઇટન્સ તરફથી મોહિત શર્માએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે નૂર અહેમદ, અઝમતુલ્લા ઉમરઝાઈ, રાશિદ ખાન અને ઉમેશ યાદવને એક-એક વિકેટ મળી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.