ARVIND KEJRIWAL : ઇડીએ ફરી માંગ્યા રિમાન્ડ, કોર્ટ થોડીકવારમાં આપશે ફેસલો  

0
196
ARVIND KEJRIWAL
ARVIND KEJRIWAL

ARVIND KEJRIWAL : લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે. કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ ચુકી છે. કોર્ટે ફેસલો સુરક્ષિત રાખ્યો છે, જે મામલે થોડીક ક્ષણોમાં કોર્ટ પોતાનો ફેસલો સંભળાવશે. કોર્ટમાં  કેજરીવાલે પોતાની ધરપકડનો વિરોધ કરતાં કહ્યું કે આ કેસમાં મારું નામ માત્ર ચાર જગ્યાએ આવ્યું છે. 3 નિવેદનો આપવામાં આવ્યા હતા અને તેમાંથી તે નિવેદન કોર્ટ સમક્ષ લાવવામાં આવ્યું હતું, જેમાં મને ફસાવવામાં આવ્યો હતો. શું આ 4 નિવેદનો મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે પૂરતા છે?

ARVIND KEJRIWAL :  આ તરફ, જ્યારે કોર્ટમાં હાજર થવા જઈ રહ્યા હતા, ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે એલજીએ કહ્યું હતું કે જેલમાંથી સરકાર નહીં ચાલે. તેના જવાબમાં કેજરીવાલે કહ્યું કે આ એક રાજકીય ષડયંત્ર છે, જનતા તેનો જવાબ આપશે.

ARVIND KEJRIWAL

ARVIND KEJRIWAL :  દારૂ નીતિ કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ (ACJ) એ મામલે દખલગીરી કરવાનો ઇનકાર કર્યો છે.

ARVIND KEJRIWAL : ACJ મનમોહને કહ્યું, ” આ અરજી પર અમારે સુનાવણી ન કરવી જોઈએ. આ મામલે ન્યાયતંત્રએ દખલગીરી કરવી જોઈએ નહીં.” દિલ્હી હાઈકોર્ટનું કહેવું છે કે આ એક રાજકીય મામલો છે, જે ન્યાયતંત્રના દાયરામાં નથી આવતો.

ARVIND KEJRIWAL

ARVIND KEJRIWAL : કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 22 માર્ચે તેને ટ્રાયલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધી EDની કસ્ટડીમાં મોકલી દીધા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો