Terrorist attack on convoy: ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મંગળવારે થયેલા આત્મઘાતી હુમલામાં પાંચ ચીની નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલો ચીની નાગરિકોના કાફલા પર થયો હતો. અહેવાલ મુજબ પ્રાદેશિક પોલીસ વડા મોહમ્મદ અલી ગાંડાપુરે જણાવ્યું હતું કે, હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે ચીની એન્જિનિયરોના કાફલાને ટક્કર મારી હતી.
આ કાફલો ઈસ્લામાબાદથી ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના દાસુમાં તેના કેમ્પ તરફ જઈ રહ્યો હતો. પ્રાદેશિક પોલીસ વડા મોહમ્મદ અલી ગંડાપુરે પુષ્ટિ કરી છે કે હુમલામાં પાંચ ચીની નાગરિકો અને તેમના પાકિસ્તાની ડ્રાઈવર માર્યા ગયા છે.
Terrorist attack: ચીની એન્જિનિયરોના કાફલા પર આતંકવાદી હુમલો
દાસુ એક મુખ્ય ડેમ સાઇટ છે અને આ વિસ્તારમાં પહેલા પણ હુમલા થયા છે. ગંડાપુરે કહ્યું કે કાફલામાંના બાકીના લોકો સુરક્ષિત છે. ‘ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર’ હેઠળ પાકિસ્તાનમાં ઘણા પ્રોજેક્ટ્સ બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ માટે ચીને પાકિસ્તાનને લોન આપી છે. પરંતુ આ પ્રોજેક્ટ્સમાં કામ કરવા માટે કર્મચારીઓ ચીનથી આવ્યા છે. આ પહેલા પણ પાકિસ્તાનમાં તેમના પર હુમલા (Terrorist attack) થઈ ચૂક્યા છે. 2022માં કરાચી યુનિવર્સિટી પાસે પણ ચીની નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
અગાઉ પણ આતંકી હુમલો થયો હતો
દાસુ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતનો એક ભાગ છે. અહીં ઘણા વર્ષોથી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. તે લાંબા સમયથી આતંકવાદીઓના નિશાના પર છે. 2021માં પણ અહીં હુમલો (Terrorist attack) થયો હતો, જેમાં 9 ચીની નાગરિકો અને એક બાળકના મોત થયા હતા. આ અકસ્માત વખતે ચીનના નાગરિકો બસમાં બેઠા હતા. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે આ એક બસ દુર્ઘટના હતી, પરંતુ પાછળથી તપાસમાં જાણવા મળ્યું કે આ એક આતંકવાદી હુમલો હતો, જેના કારણે બસ ખાઈમાં પડી હતી.
બલૂચિસ્તાનમાં ચીની નાગરિકો નિશાના પર
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ મંગળવારે થયેલા આતંકવાદી હુમલા (Terrorist attack) ની નિંદા કરી હતી અને ગહન શોક વ્યક્ત કર્યો હતો. એક નિવેદનમાં તેમણે ચીની નાગરિકોના પરિવારો અને ચીનની સરકાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે પાકિસ્તાન વિરોધી શક્તિઓ પાક-ચીન મિત્રતાને નુકસાન પહોંચાડવામાં સફળ નહીં થાય.
પાકિસ્તાનમાં જ્યાં પણ ચીની નાગરિકો છે ત્યાં આતંકવાદીઓ તેમને નિશાન બનાવતા રહે છે. 20 માર્ચે બલૂચિસ્તાનમાં ચીની નાગરિકોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. ચીન ગ્વાદર પોર્ટના વિકાસમાં વ્યસ્ત છે. બલૂચિસ્તાનની સ્થાનિક જનતા આનો વિરોધ કરી રહી છે. આ જ કારણ છે કે બલૂચિસ્તાન લિબરેશન આર્મી તેમને નિશાન બનાવી રહી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો