No Repeat Theory: ક્યાં ગઈ ભાજપની ‘નૉ રિપીટ થિયરી’, કેમ કે ભાજપે 12 સાંસદો રિપીટ કર્યા છે…

0
155
No Repeat Theory: ક્યાં ગઈ ભાજપની 'નૉ રિપીટ થિયરી', કેમ કે ભાજપે 12 સાંસદો રિપીટ કર્યા છે
No Repeat Theory: ક્યાં ગઈ ભાજપની 'નૉ રિપીટ થિયરી', કેમ કે ભાજપે 12 સાંસદો રિપીટ કર્યા છે

No Repeat Theory: ‘નૉ રિપીટ થિયરી’ શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વ્યક્તિગત રીતે ઘડી કાઢેલી આ એક ફૂલપ્રૂફ વ્યૂહરચના છે કે પછી તે અન્ય જુગાર હતો… આ પ્રશ્ન અત્યારે લોકસભા ચૂંટણી દરમિયાન ઉભો થઇ રહ્યો છે, કેમ કે ગુજરાતમાં ભાજપની ‘નૉ રિપીટ થિયરી’ અડધે અટકી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, ભાજપે તેના 12 સાંસદો રિપીટ કર્યા છે અને આમાંથી માત્ર 14ના જ પત્તા કપાયા છે.

No Repeat Theory: ‘નૉ રિપીટ થિયરી’નું શું થયું ?

ગુજરાતમાં ભાજપે તેના 26 ઉમેદવારો જાહેર કરી દીધા છે, સોમવારે પોતાની પાંચમી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીની સાથે જ ગુજરાતની તમામ 26 બેઠકો માટેના ઉમેદવારોના નામે આવી ગયા છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપ ‘નૉ રિપીટ થિયરી’ (No Repeat Theory)થી કામ કરી રહ્યું છે.

‘નૉ રિપીટ થિયરી’ (No Repeat Theory) ની વાતો વચ્ચે ભાજપે આ વખતે માત્ર 14 સાંસદોને જ બદલ્યા છે. બાકીના 12 સાંસદો તો તેને રિપીટ જ કર્યા છે. ભાજપે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભગવો લહેરાવ્યો હતો, પરંતુ આ વખતે પાર્ટીને 14 સાંસદોના પત્તા કાપવા પડ્યા છે, તેમની જગ્યાએ નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.

No Repeat Theory: ભાજપે 12 સાંસદો રિપીટ કર્યા, 14ની ટિકિટ કાપાયી

26 બેઠકો પર ભાજપના ઉમેદવાર (No Repeat Theory / Repeat)

નંબર બેઠક2019માં સાંસદ2024માં ઉમેદવારરિપીટ / નો રિપીટ
1વલસાડકે.સી.પટેલધવલ પટેલનો રિપીટ
2સુરતદર્શના જરદોશમુકેશ દલાલનો રિપીટ
3અમદાવાદ પશ્ચિમડૉ. કિરીટ સોલંકીદિનેશ મકવાણાનો રિપીટ
4સુરેન્દ્રનગરડો.મહેન્દ્ર મુંજપરાચંદુભાઇ શિહોરાનો રિપીટ
5ભાવનગરભારતીબેન શિયાળનિમુબેન બાંભણીયાનો રિપીટ
6બનાસકાંઠાપરબત પટેલડૉ.રેખાબેન ચૌધરીનો રિપીટ
7અમરેલીભરત સુતરિયાનારણ કાછડિયાનો રિપીટ
8રાજકોટમોહન કુંડારિયાપુરુષોત્તમ રુપાલાનો રિપીટ
9પોરબંદરરમેશ ધડૂકમનસુખ માંડવિયાનો રિપીટ
10વડોદરારંજન ભટ્ટહેમાંગ જોશીનો રિપીટ
11પંચમહાલરતનસિંહ રાઠોડરાજપાલસિંહ જાદવનો રિપીટ
12સાબરકાંઠા દીપસિંહ રાઠોડશોભનાબેન બારૈયાનો રિપીટ
13છોટાઉદેપુરગીતાબેન રાઠવાજસુ રાઠવાનો રિપીટ
14મહેસાણાશારદાબેન પટેલહરિભાઇ પટેલનો રિપીટ
15ગાંધીનગરઅમિત શાહઅમિત શાહરિપીટ
16નવસારીસી આર પાટીલસી આર પાટીલરિપીટ
17ખેડાદેવુસિંહ ચૌહાણદેવુસિંહ ચૌહાણરિપીટ
18કચ્છવિનોદ ચાવડાવિનોદ ચાવડારિપીટ
19જુનાગઢરાજેશ ચૂડાસમારાજેશ ચૂડાસમારિપીટ
20પાટણભરતસિંહ ડાભીભરતસિંહ ડાભીરિપીટ
21દાહોદજસવંતસિંહ ભાભોરજસવંતસિંહ ભાભોરરિપીટ
22ભરુચમનસુખ વસાવામનસુખ વસાવારિપીટ
23બારડોલીપ્રભુ વસાવાપ્રભુ વસાવારિપીટ
24અમદાવાદ પૂર્વહસમુખ પટેલહસમુખ પટેલરિપીટ
26આણંદમિતેષ પટેલમિતેષ પટેલરિપીટ
26જામનગરપૂનમ માડમપૂનમ માડમરિપીટ

2024માં ભાજપમાં મહિલાઓએ મેદાન માર્યું :

 
વર્ષ 2019ની ચૂંટણીની સરખામણીમાં ભાજપે ગુજરાતમાં મોટાભાગની બેઠકો પર ઉમેદવારોને બદલ્યા છે. આ વખતે ભાજપે ચાર મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં જામનગર બેઠક પરથી પૂનમ માડમ, ભાવનગર લોકસભા બેઠક પરથી નિમુબેન, બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી અને સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયાને ટિકીટ આપી છે. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો