First Phase Election : લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે નામાંકન પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે.
First Phase Election : પ્રથમ તબક્કાનું આજથી નામાંકન ભરાશે

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 27 માર્ચ છે. જોકે, બિહાર માટે નોમિનેશનની છેલ્લી તારીખ 28 માર્ચ રાખવામાં આવી છે. જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 30 માર્ચ છે. આ સિવાય બિહારમાં નામાંકન પરત ખેંચવા માટે 2 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી છે. જો કે, તહેવારને કારણે બિહારમાં લોકસભાની પ્રથમ તબક્કાની બેઠકો માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 28 માર્ચ રાખવામાં આવી છે. બિહારની 40માંથી 4 બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થશે.
First Phase Election : પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર ચૂંટણી યોજાશે

પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો પર ચૂંટણી યોજાશે. તેમાં પુડુચેરી, મિઝોરમ, મેઘાલય, મધ્ય પ્રદેશ, મણિપુર, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બંગાળ, નાગાલેન્ડ, આંદામાન નિકોબારનો સમાવેશ થાય છે. .
First Phase Election : 4 જૂને મતગણતરી થશે

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થશે. 18મી લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે અને 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ સાત અલગ-અલગ તબક્કામાં મતદાન થશે. જ્યારે 4 જૂને મતગણતરી થશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો