Budaun Double Murder Case :  યુપીના બદાયુમાં બે નાના બાળકોની નિર્મમ હત્યા, પોલીસે આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો   

0
149
Budaun Double Murder Case
Budaun Double Murder Case

Budaun Double Murder Case : ઉત્તરપ્રદેશના બદાયુ જિલ્લામાં મંગળવાર સાંજે અરેરાટીભરી ઘટના બની હતી. જેને લઈને સમગ્ર રાજ્ય સ્તબ્ધ થઈ ગયું છે. સલૂન માલિક સાજિદે બે માસુક બાળકોને ગળા પર અસ્ત્રો ફેરવી મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધો છે.

Budaun Double Murder Case

Budaun Double Murder Case :  બદાયુની બાબા કોલોનીમાં મંગળવારે (19 માર્ચ) સાંજે બે સગા ભાઈની અસ્ત્રા વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. મૃતકોની ઉંમર 14 અને 6 વર્ષની હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા ટોળાએ હોબાળો મચાવ્યો હતો. બાઇક અને દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. મંડી સમિતિ પોલીસે 3 કલાક પછી રાત્રે કાર્યવાહી કરી એક આરોપી સાજિદને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો, જ્યારે અન્ય આરોપી હજુ પણ ફરાર છે. બંને આરોપી પણ ભાઈઓ છે.

Budaun Double Murder Case :  બાળકોના પિતા વિનોદ ઠાકુરે કહ્યું હતું કે ઘરે તેની પત્ની સંગીતા, 12 વર્ષનો પુત્ર આયુષ અને 10 વર્ષનો પુત્ર પીયુષ, 6 વર્ષનો આહાન અને માતા મુન્ની દેવી હતા. બાળકો ત્રીજા માળે રમી રહ્યા હતા. ત્યારે ઘરની સામે સલૂનની દૂકાનવાળો સાજિદ આવ્યો હતો અને ચા માગી હતી. ત્યાર પછી તે ત્રીજા માળે જતો રહ્યો હતો. ત્યા તેણે આયુષ અને આહાનની હત્યા કરી દીધી અને પીયુષ ઘાયલ થઈ ગયો અને તે ભાગી ગયો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ સલૂનમાં તોડફોડ કરી આગ લગાવી દીધી હતી. વિનોદ ઠાકુરે સાજિદને પાંચ હજારની મદદ પણ કરી હતી. તો પછી હત્યા કેમ કરાઈ તે અંગે રહસ્ય હજુ અકબંધ છે.

Budaun Double Murder Case :  પૈસા માગ્યા પછી બાળકોને મારી નાખ્યા : માતા


મૃતક બાળકોની માતા સંગીતાએ કહ્યું, “સાજિદ અને જાવેદ બાઇક પર મારા ઘરે આવ્યા હતા. જાવેદ બહાર બાઇક લઇને ઊભો હતો. સાજીદ ઘરની અંદર આવ્યો. કહ્યું કે ભાભી, મારી પત્નીની ડિલિવરી થવાની છે. તે હોસ્પિટલમાં દાખલ છે. મને 5000 રૂપિયા આપો. મેં સાજિદને પૈસા આપ્યા

Budaun Double Murder Case :  મૃતકોના ઘરની સામે જ આરોપીઓનું સલૂન


બાબા કોલોનીમાં રહેતા વિનોદ કુમાર વ્યવસાયે કોન્ટ્રેક્ટર છે. તેઓ અહીં તેમની પત્ની સંગીતા અને બાળકો સાથે રહે છે. સંગીતા ઘરે પોતાનું બ્યૂટિપાર્લર ચલાવે છે. આ સમયે વિનોદ કોઈ કામ અર્થે બહાર ગયા હતા. તેમને 3 બાળક છે. આમાંથી બે બાળક આયુષ (14) અને અન્નુ ઉર્ફે હની (6) હતાં.જણાવવામાં આવી રહ્યું છે કે સાજિદ અને જાવેદ ઘરની સામે સલૂન ચલાવે છે. આ બંનેનો વિનોદના પરિવાર સાથે વિવાદ ચાલી રહ્યો છે, જોકે વિવાદનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

Budaun Double Murder Case :  શેખુપુરાના જંગલમાં આરોપીનું એન્કાઉન્ટર

Budaun Double Murder Case


ઘટના બાદ પોલીસ અધિકારીઓએ સાજિદ અને જાવેદની શોધમાં ત્રણ ટીમ તહેનાત કરી. સર્વેલન્સ દ્વારા તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. આ પછી પોલીસ લોકેશન ટ્રેસ કરતી વખતે સિવિલ લાઈન પોલીસ સ્ટેશનના શેખુપુરા જંગલમાં પહોંચી હતી. ટીમને ત્યાં જોતાં જ આરોપીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી પોલીસની ટીમોએ પણ જવાબી કાર્યવાહીમાં ગોળીબાર શરૂ કર્યો હતો.

આ દરમિયાન સાજિદના પગમાં એક ગોળી વાગી હતી. તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અતિશય લોહી વહી જવાના કારણે તેનું મૃત્યુ થયું હતું. તે બાબાપુરી વિસ્તારનો રહેવાસી હતો, જ્યારે બીજો આરોપી જાવેદ હજુ ફરાર છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો