Home Breaking News Gujrat Congress :  ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણી નહિ લડવાની હોડ લાગી, જગદીશ ઠાકોર...

Gujrat Congress :  ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણી નહિ લડવાની હોડ લાગી, જગદીશ ઠાકોર બાદ આ દિગ્ગજ નેતાએ કહ્યું મારે નથી લડવી ચૂંટણી  

0
589
Gujrat Congress
Gujrat Congress

Gujrat Congress :  લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસથી એક મોટા સમાચાર સામે આવી છે. ગઇકાલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લોકસભા ચૂંટણી નહિ લડવાની જાહેરાત કર્યા બાદ હવે વધુ એક દિગ્ગજ નેતાએ ચૂંટણી નહીં લડવાનું એલાન કર્યું છે. કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.  

Gujrat Congress

Gujrat Congress :  ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને ભાજપે પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે કોંગ્રેસ આ કડીમાં નબળી સાબિત થઇ રહી છે. કેમ કે ગુજરાત કોંગ્રેસે લોકસભા ચૂંટણી પહેલા જ હાર માની લીધી હોય એવો માહોલ સર્જાયો છે.   ગુજરાતમાં જે સીનિયર નેતાઓને લોકસભા ચૂંટણી માટે ઓફર થઇ રહી છે, તે તમામ નેતાઓએ લોકસભા લડવાની ચોખ્ખી ના પાડી દીધી છે. આ લિસ્ટમાં ગુજરાત કોંગ્રેસના 10 થી 12 સીનિયર નેતાઓના નામ સામેલ છે. 

Gujrat Congress

Gujrat Congress :  કોંગ્રેસના સીનિયર નેતા જગદીશ ઠાકોર બાદ બીજા એક સીનિયર નેતા ભરતસિંહએ પણ લોકસભા ચૂંટણી લડવાનો ઈંકાર કરી દીધો છે. કોંગ્રેસની CECની મળેલી બેઠક બાદ ગુજરાતના સીનિયર કોંગ્રેસી નેતાઓએ ચૂંટણી લડવાનો ઈંકાર કર્યો છે. 

Gujrat Congress

Gujrat Congress :  આ ઉપરાંત ગુજરાતમાં સીનિયર નેતાઓમાં બળદેવજી ઠાકોરે, ઈંદ્રવીજયસિંહ, હિંમતસિંહ પટેલ, ઋત્વિજ મકવાણા, શૈલેષ પરમારે પણ ચૂંટણી લડવાનો ઈંકાર કરી દીધો છે. આ લિસ્ટમાં જિજ્ઞેશ મેવાણીએ પણ લોકસભા ચૂંટણી લડવાનો ઈંકાર કર્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યુ છે. જોકે, કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને લલીત વસોયાએ લોકસભા ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. ગેનીબેન ઠાકોરના નામ સામે કાંતી ખરાડીએ વાંધો ઉઠાવ્યો છે.  

Gujrat Congress : શું કહ્યું ભરતસિંહ સોલંકીએ ?


પાર્ટીના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ X પર લખ્યું કે, મને અને મારા પરિવારને પાર્ટીએ દાયકાઓથી ઘણું આપ્યું છે. જમ્મુ અને કાશ્મીરના પ્રભારી તરીકેની મારી વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને અને ગુજરાતમાં પક્ષ માટે અસરકારક રીતે પ્રચાર કરી શકવા માટે હું આ ચૂંટણી ન લડવાની મારી ઈચ્છા હાઈકમાન્ડને નમ્રતાપૂર્વક જણાવું છું. તેમ છતાં કોંગ્રેસના આજીવન સૈનિક રહીને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે હું સ્વીકારીશ અને તેનું પાલન કરીશ.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે