Gujrat Congress : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસથી એક મોટા સમાચાર સામે આવી છે. ગઇકાલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લોકસભા ચૂંટણી નહિ લડવાની જાહેરાત કર્યા બાદ હવે વધુ એક દિગ્ગજ નેતાએ ચૂંટણી નહીં લડવાનું એલાન કર્યું છે. કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.
Gujrat Congress : ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને ભાજપે પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે કોંગ્રેસ આ કડીમાં નબળી સાબિત થઇ રહી છે. કેમ કે ગુજરાત કોંગ્રેસે લોકસભા ચૂંટણી પહેલા જ હાર માની લીધી હોય એવો માહોલ સર્જાયો છે. ગુજરાતમાં જે સીનિયર નેતાઓને લોકસભા ચૂંટણી માટે ઓફર થઇ રહી છે, તે તમામ નેતાઓએ લોકસભા લડવાની ચોખ્ખી ના પાડી દીધી છે. આ લિસ્ટમાં ગુજરાત કોંગ્રેસના 10 થી 12 સીનિયર નેતાઓના નામ સામેલ છે.
Gujrat Congress : કોંગ્રેસના સીનિયર નેતા જગદીશ ઠાકોર બાદ બીજા એક સીનિયર નેતા ભરતસિંહએ પણ લોકસભા ચૂંટણી લડવાનો ઈંકાર કરી દીધો છે. કોંગ્રેસની CECની મળેલી બેઠક બાદ ગુજરાતના સીનિયર કોંગ્રેસી નેતાઓએ ચૂંટણી લડવાનો ઈંકાર કર્યો છે.
Gujrat Congress : આ ઉપરાંત ગુજરાતમાં સીનિયર નેતાઓમાં બળદેવજી ઠાકોરે, ઈંદ્રવીજયસિંહ, હિંમતસિંહ પટેલ, ઋત્વિજ મકવાણા, શૈલેષ પરમારે પણ ચૂંટણી લડવાનો ઈંકાર કરી દીધો છે. આ લિસ્ટમાં જિજ્ઞેશ મેવાણીએ પણ લોકસભા ચૂંટણી લડવાનો ઈંકાર કર્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યુ છે. જોકે, કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને લલીત વસોયાએ લોકસભા ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. ગેનીબેન ઠાકોરના નામ સામે કાંતી ખરાડીએ વાંધો ઉઠાવ્યો છે.
Gujrat Congress : શું કહ્યું ભરતસિંહ સોલંકીએ ?
પાર્ટીના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ X પર લખ્યું કે, મને અને મારા પરિવારને પાર્ટીએ દાયકાઓથી ઘણું આપ્યું છે. જમ્મુ અને કાશ્મીરના પ્રભારી તરીકેની મારી વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને અને ગુજરાતમાં પક્ષ માટે અસરકારક રીતે પ્રચાર કરી શકવા માટે હું આ ચૂંટણી ન લડવાની મારી ઈચ્છા હાઈકમાન્ડને નમ્રતાપૂર્વક જણાવું છું. તેમ છતાં કોંગ્રેસના આજીવન સૈનિક રહીને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે હું સ્વીકારીશ અને તેનું પાલન કરીશ.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો