Lok Sabha Election 2024: લોકસભામાં ગુજરાતની 26 પૈકી બાકીની 11 બેઠકના ભાજપમાં ઉમેદવાર કોણ હશે તેની ચર્ચા વચ્ચે મહેસાણા બેઠક પર ટિકિટ માટે જબરજસ્ત લોબિંગ શરુ થઈ ચૂક્યુ છે. સ્વચ્છ પ્રતિભા ધરાવતા શારદાબેનને ઉમરના કારણે જો બીજી વાર રિપિટ ન કરાય તો તેમના સ્થાને કોણે ટિકિટ અપાશે તેના પર અનેક તર્ક વિતર્ક છે. ચર્ચા એ વાતની પણ છે શારદાબેન પટેલના સ્થાને શું મહિલાને જ ટિકિટ અપાશે કે પુરુષને. કેમ કે છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક પર ભાજપે મહિલાને ટિકિટ આપી સાંસદ બનાવ્યા છે ત્યારે આ ચૂંટણીમાં પુરુષ ઉમેદવાર ઉતારાય તેવો પણ તર્ક અપાયો છે.
Lok Sabha Election 2024 : પાટીદાર ચહેરો હશે ભાજપનો ઉમેદવાર
પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલનું નામ પણ ટિકિટ માટે ચર્ચામાં છે. કડી વિદ્યાલયના સરદારભાઈનું નામ પણ મહેસાણા બેઠક માટે ચર્ચામાં આવી ચૂક્યુ છે. કોને ટિકિટ આપવી એ તો ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ જ નક્કી કરશે પરંતુ એકવાત નક્કી છે મહેસાણા બેઠકથી પાટીદાર સમાજનો ઉમેદવાર હશે.
Lok Sabha Election 2024 : લોકસભા અંતર્ગત આવતી સાત પૈકી ચાર બેઠક પર પાટીદાર તો ત્રણ બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ છે ત્યારે પાડોશની પાટણ બેઠક પર ઠાકોર સમાજને ટિકિટ ફાળવાઈ ચૂકી છે. ત્યારે મહેસાણાથી પાટીદાર ઉમેદવાર હશે અને તે પણ કડવા પાટીદાર સમાજમાંથી તે પણ નક્કી છે. જો કે કડવા પાટીદારમાં ચોર્યાસીના ગોળ કે પછી બેતાલીશના ગોળના પ્રતિનિધિને ચાન્સ અપાશે તેના પર અનેક તર્ક વિતર્ક છે.
Lok Sabha Election 2024 : રજનીભાઈ પટેલ કડવા પાટીદારમાં ચોર્યાસીના ગોળના છે. જ્યારે એમ.એસ પટેલ ઊંઝા પાટીદાર સમાજના છે. ત્યારે જો બેતાલીશના ગોળના વ્યક્તિને ટિકિટ અપાય તો ડોક્ટર એ.કે પટેલના પુત્ર એવા ડૉક્ટર ધનેશ પટેલ પર ભાજપ પસંદગી ઉતારી શકે છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો