Mahashivratri 2024: મહાશિવરાત્રિએ ચાર પ્રહરમાં આ રીતે કરો  શિવ ઉપાસના

0
332
Mahashivratri 2024: મહાશિવરાત્રિએ ચાર પ્રહરમાં આ રીતે કરો  શિવ ઉપાસના
Mahashivratri 2024: મહાશિવરાત્રિએ ચાર પ્રહરમાં આ રીતે કરો  શિવ ઉપાસના

Mahashivratri 2024: ભગવાન શિવ, જેને બ્રહ્માંડનું પ્રથમ તત્વ કહેવામાં આવે છે, તે દરેક કણમાં વિરાજમાન છે. શિવ અમર છે અને અવિનાશી પણ છે. ભગવાન શિવ, જેમને દેવોના દેવ કહેવામાં આવે છે, તેમને બ્રહ્માંડની રચના, અસ્તિત્વ અને વિનાશના સ્વામી માનવામાં આવે છે. મહાશિવરાત્રી (Mahashivratri 2024) નો તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે અને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે શિવ અને માતા પાર્વતીની યુતિ થઈ હતી. આ દિવસે લોકો ભોલેનાથ અને માતા પાર્વતીની સાચા મનથી પૂજા કરે છે. ભગવાન શિવ એક નિર્દોષ કારભારી છે, તેઓ તેમના ભક્તો પર ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે.

હિન્દૂ ધર્મ ના સૌથી મોટા મહાદેવ  એવા ભગવાન શિવ નો આ  મહાશિવરાત્રિ  પર્વ આદિકાળથી  ઉજજવામાં આવે છે. આ અંગે વધુ માહિતી આપતા જાણીતા ધર્મ વિદ ચેતન પટેલે જણાવ્યું કે મહાશિવરાત્રિ પર ખાસ વ્રત રાખવામાં આવે છે.  મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા કરવાથી શત્રુઓ પર વિજય મળે  યશ અને કીર્તિમાં વૃદ્ધિ થાય અનેક મનોકામનાઓ પૂર્ણ થાય છે

શિવપુરાણના મહીમા અને સાર અંગે વધુ માહિતી આપતા જાણીતા ધર્મવિદ ચેતનભાઈ પટેલે જણાવ્યું કે, મહાશિવરાત્રિ એ ભગવાન શિવની આરાધના રુદ્રાક્ષ ધારણ કરી ભસ્મનું ત્રિપુંડ કરી શિવલિંગ પર ‘ૐ નમઃ શિવાય… શિવાય નમઃ ૐ’ આ પંચાસ્કરી મંત્ર નો જાપ કરતા  અભિષેક કરી  બિલ્વ પત્ર અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન થાય છે.

આ પર્વ ભગવાન શિવ અને માતા પાર્વતીને અક્ષત, સોપારી,  ચંદન,ભસ્મ, લવિંગ, એલચી, દૂધ, દહીં, મધ, ઘી, ધતુરા, બીલીપત્ર, કમળના પુષ્પ  અને ફળો અર્પણ કરી  પૂજા કરવાથી  અને અંતે ભગવાન શિવ અને માતા પાર્વતીની આરતી કરવાથી મનુષ્યનું કલ્યાણ થાય છે.

Mahashivratri 2024: મહાશિવરાત્રિએ ચાર પ્રહરમાં આ રીતે કરો  શિવ ઉપાસના
Mahashivratri 2024: મહાશિવરાત્રિએ ચાર પ્રહરમાં આ રીતે કરો  શિવ ઉપાસના

 Mahashivratri 2024: મહાશિવરાત્રિ ૮ માર્ચ ૨૦૨૪ શુક્રવારે ના રોજ

શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રિ એ ભગવાન શિવની આરાધના 4 પ્રહરમાં કરવાનો મહિમા છે  જેના થી વિષેશ ફળની પ્રાપ્તિ થાય છે  શિવ કૃપા પ્રાપ્ત થાય છે 

મહાશિવરાત્રિ ચાર પ્રહર પૂજા મુહર્ત સમય

  • સાજે ૬-૪૬  થી રાત્રે ૯-૪૬
  • રાત્રે ૯-૪૬ થી ૧૨-૩૯સુધી
  • રાત્રે ૧૨-૩૯  થી ૩-૪૫ સુધી
  • મોડી રાત્રે ૩-૪૫ થી સવારે ૬-૫૫ સુધી

અમોઘફળ આપતુ પૂજામુહૂર્ત એટલે મહાનિશીથ કાલ પૂજા મુહૂર્ત :

  • મહાશિવરાત્રિ મધ્ય રાત્રે ૧૨-૩૯  થી ૧-૨૮

અવધિ:  ૪૯ મિનિટ

Mahashivratri 2024: મહાશિવરાત્રી

૯ જી માર્ચે પારણા મુહૂર્ત  સવારે ૬-૫૫  પછી

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો