JAMNAGAR : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામે એક વાડીના બોરવેલમાં બે વર્ષનું બાળક રમતાં રમતાં પડી જતાં દોડધામ મચી છે. જામનગરથી ફાયરબ્રિગેડ અને 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું છે. જમીનથી 15 ફૂટ નીચે બાળક બોરવેલમાં ફસાયું હોવાની માહિતી મળી છે. ફાયરની ટીમ દ્વારા હાલ બાળકને કૃત્રિમ રીતે ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે અને બોરવેલની નજીકમાં જ જેસીબીની મદદથી ખાડો પણ ખોદવાની શરૂઆત કરવામાં આવી છે. હાલ સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે કે, માસૂમ બાળક હેમખેમ બહાર આવી જાય.
JAMNAGAR : લાલપુર તાલુકાનું ગોવાણા ગામમાં આવેલી વાડી વિસ્તાર સીમમાં પરપ્રાંતીય મજૂરવાડી વિસ્તારમાં મજૂરીકામ કરતા હતા. ત્યારે મજૂરનું બાળક રમતાં રમતાં બોરવેલમાં પડી ગયું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની જાણ જામનગર ફાયરબ્રિગેડની ટીમને કરાતાં ટીમે ઘટનાસ્થળ પર પહોંચી રેસ્ક્યૂ- ઓપરેશન હાથ ધર્યું છે. 108ની અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે.
JAMNAGAR : ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી
આ ઘટના અંગે જામનગર ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોઈએ જણાવ્યું હતું કે, ગોવાણા ગામમાં જે ઘટના બની છે તેના માટે જામનગરની ફાયર બ્રિગેડ શાખાના બે સ્ટેશન ઓફિસર સહિતની ટીમ ગોવાણા ગામ ખાતે પહોંચી ચૂકી છે અને બાળકને બચાવ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.
એક મહિના પહેલા ત્રણ વર્ષની બાળકીનું મોત થયું હતું
દ્વારકા જિલ્લાના રાણ ગામમાં રહેતા એક પરિવારની બાળકી એક મહિના પહેલા બોરમાં પડી જતા મોતને ભેંટી હતી.એક મહિના પૂર્વે દ્વારકાના રાણ ગામમાં રહેતા એક પરિવારની બાળકી ફળિયામાં રમી રહી હતી. એ દરમિયાન અકસ્માતે બાળકી 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી હોવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ દ્વારકા નગરપાલિકાના ફાયર વિભાગને કરાતા ફાયર ટીમ, 108 એમ્બ્યુલન્સ તથા ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન કરી 9 કલાકની જહેમત બાદ બાળકીને બોરવેલમાંથી બહાર કાઢી લેવાઈ હતી અને ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું હતું
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने