Russian plane Crash : રશિયા અને યુક્રેન વચ્ચે 2 વર્ષ કરતા વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. રોજ આ યુદ્ધમાં બંને દેશોમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે હવે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. રશિયાનું ઈલ્યૂશિન II-76 મિલિટ્રી પ્લેન યુક્રેનની સરહદ નજીક બેલગોરોડમાં ક્રેશ થઈ ગયુ છે. આ વિમાનમાં યુક્રેનના 65 યુદ્ધ બંધકોને લઈ જવામાં આવી રહ્યા હતા. આ વિમાનમાં યુક્રેનના 65 યુદ્ધ બંધકો સહિત 74 લોકો સવાર હતા. આ તમામના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
Russian plane Crash : અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તમામ લોકોના મોત થઈ ગયા છે. જોકે, રશિયન સરકાર દ્વારા તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી.
Russian plane Crash :યુક્રેનના 65 યુદ્ધ બંધકો સહિત 74 લોકોનો મોત
Russian plane Crash : રશિયાની એક સરકારી ન્યૂઝ એજન્સીએ રક્ષા મંત્રાલયનો હવાલો આપતા જણાવ્યું કે, યુદ્ધ બંધકોને કેદીઓની અદલા-બદલીના કરાર હેઠળ યુક્રેન લઈ જવામાં આવી રહ્યા હતા. દુર્ઘટના સમયે વિમાનમાં યુદ્ધ બંધકો ઉપરાંત છ ક્રૂ મેમ્બર્સ અને અન્ય ત્રણ લોકો પણ સવાર હતા. રશિયાના ઈલ્યૂશિન II-76 મિલિટ્રી વિમાનને સૈનિકો, સામાન, લશ્કરી સાધનો અને હથિયારોના પરિવહન માટે ડિઝાઈન કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં 90 જેટલા મુસાફરોને લઈ જવાની ક્ષમતા છે.
રશિયાના રક્ષા મંત્રાલયે હાલમાં આ અંગે વધુ માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે, ક્રેમલિનને દુર્ઘટનાની જાણ છે પરંતુ તે અંગે હમણા વધુ ચર્ચા ન થઈ શકે.
Russian plane Crash : રશિયાના સ્થાનિક ગવર્નર વયાચેસ્લાવ ગ્લાડકોવે કહ્યું કે આ ઘટના કોરોચાન્સકી જિલ્લામાં બની છે અને તેઓ ઘટના સ્થળ પર જઈને નિરીક્ષણ કરશે. તપાસકર્તાઓ અને કટોકટી કર્મચારીઓ પહેલાથી જ ઘટના સ્થળ પર હાજર છે.
તમે આ પણ વાંચી શકો છો
Bharat Ratan Award કોને આપવામાં આવે છે ? એવોર્ડમાં ધનરાશી કેટલી મળે છે ?