Home Desh Bharat Ratan Award  કોને આપવામાં આવે છે ? એવોર્ડમાં ધનરાશી કેટલી મળે...

Bharat Ratan Award  કોને આપવામાં આવે છે ? એવોર્ડમાં ધનરાશી કેટલી મળે છે ?

0
676
Bharat Ratan Award
Bharat Ratan Award

Bharat Ratan Award: કેન્દ્ર સરકારે બિહારના બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા કર્પૂરી ઠાકુરને તેમની 100મી જન્મજયંતી નિમિતે એટલે કે 24 જાન્યુઆરીએ મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. તેઓ બિહારના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી હતા અને 1988માં તેમનું નિધન થયું હતું. શું તમને ખબર છે કે ભારત રત્ન પુરસ્કાર કઈ ધાતુનો બનેલો છે? આ પુરસ્કાર કોણ બનાવે છે અને ક્યાં બનાવાય છે?  વાંચો અમારો આ ખાસ અહેવાલ

Bharat Ratan Award  / ભારત રત્ન આપવાની શરૂઆત ક્યારે થઈ?

Bharat Ratan Award

ભારત રત્ન આપવાની શરૂઆત 1954માં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરાઈ હતી. આ એવોર્ડથી ભારતીયો ઉપરાંત બે વિદેશી નાગરિકને પણ સન્માનિત કરાયા છે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને સૌથી પહેલા આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. મળતી માહિતી અનુસાર દર વર્ષે વધુમાં વધુ ત્રણ લોકોને ભારત રત્ન અપાઈ શકે છે. એવું જરૂરી નથી કે આ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે.  

Bharat Ratan Award  /  કોને આપવામાં આવે છે ભારત રત્ન?

Bharat Ratan Award

ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે, જેમણે કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા અને રમતગમતના ક્ષેત્રોમાં નોંધપાત્ર અને અસામાન્ય યોગદાન આપીને રાષ્ટ્રની સેવા કરી હોય તેવી વ્યક્તિને જ આ સન્માન અપાય છે. જો કે બાદમાં રમતગમત ક્ષેત્રમાં પણ વિશેષ સિદ્ધિ હાંસલ કરનારને ભારત રત્ન આપવાની જોગવાઈ કરાઈ હતી.

Bharat Ratan Award  /  આ સન્માનમાં લોકો શું મેળવે છે?

ભારત રત્નથી સન્માનિત વ્યક્તિને રાષ્ટ્રપતિ દ્વારા સહી કરેલું પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવે છે. આ સન્માનના તેમને કોઈ પૈસા આપવામાં આવતા નથી. 

Bharat Ratan Award  / કેવો હોય છે ભારત રત્ન મેડલ?

Bharat Ratan Award

ભારત રત્ન માટે અપાતો મેડલ પીપળાના પાન જેવો દેખાય છે, જેને શુદ્ધ તાંબામાંથી બનાવવામાં આવે છે. તેની લંબાઈ 5.8 સે.મી., પહોળાઈ 4.7 સે.મી. અને જાડાઈ 3.1 મિ.મી. છે. તેમજ પીપળાના પાન પર પ્લેટિનમનો ચમકતો સૂર્ય છે. તેની ધાર પણ પ્લેટિનમની છે. ભારત રત્નમાં સૂર્યની નીચે ચાંદીથી હિન્દીમાં ભારત રત્ન લખેલું હોય છે જ્યારે પાછળની બાજુએ અશોક સ્તંભની નીચે હિન્દીમાં ‘સત્યમેવ જયતે’ લખેલું છે. 

Bharat Ratan Award  / આ મેડલ ક્યાં બનાવવમાં આવે છે?

Bharat Ratan Award

માહિતી અને પ્રસારણ મંત્રાલયથી મળતી માહિતી અનુસાર, કોલકાતા મિન્ટ દ્વારા ભારત રત્ન તૈયાર કરવામાં આવે છે. અનુભવી કારીગરો દ્વારા મહિનાઓની મહેનતથી ભારત રત્ન બને છે. ભારત રત્ન બનાવતી વખતે ટંકશાળમાં ખૂબ જ ઝીણવટપૂર્વક કામ કરવામાં આવે છે. આ એવોર્ડ કાસ્ટિંગ દુનિયામાં અનોખું સ્થાન ધરાવે છે. મેડલની ડિઝાઇનની શ્રેષ્ઠતા માટે આ કામ ફક્ત ટંકશાળના અનુભવી કારીગરોને જ અપાય છે. વર્ષ 1757 માં સ્થાપવામાં આવેલી કોલકાતા મિન્ટ જ પહેલેથી ભારત રત્ન તૈયાર કરી રહી છે. આ ઉપરાંત તે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, પદ્મ શ્રી, પરમ વીર ચક્ર અને તમામ નાગરિક, સૈન્ય, રમતગમત અને પોલીસ મેડલ પણ તૈયાર કરે છે.

તમે આ પણ વાંચી શકો છો

તમે નવી કાર લીધા બાદ સીટ પરથી પ્લાસ્ટિક નથી હટાવતા ? આ જોખમી સાબિત થઇ શકે છે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે