માંડલ અંધાપાકાંડ મામલે હાઇકોર્ટે લીધી સુઓમોટો, સરકારને કર્યો આદેશ  

0
265
Mandal andhapakand
Mandal andhapakand

Mandal andhapakand :  અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર માંડલમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન પછી દર્દીને આડઅસર થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આજે આ અસરગ્રસ્ત દર્દીઓની આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી હતી. રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા પછી દર્દીઓએ આંખથી દેખાતું ન હોવાની ફરિયાદ કરી હતી. હાલ આ દર્દીઓની અસારવા સિવિલમાં સારવાર ચાલી રહી છે.

Mandal andhapakand

અમદાવાદ જિલ્લાના વિરગામના માંડલમાં (Mandal andhapakand) આવેલી રામાનંદ આઈ હોસ્પિટલમાં 10 જાન્યુઆરીએ 29 દર્દીઓએ મોતિયાની સર્જરી કરાવી હતી. આ સર્જરીના બે દિવસ બાદ 17 જેટલા વ્યક્તિએ દ્રષ્ટિ આંશિક અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવવાની ફરિયાદ ઉઠ્યા બાદ ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તપાસના આદેશ આપ્યા હતા અને આ સમગ્ર મામલાની તપાસ માટે 9 સભ્યોની એક કમિટીની પણ રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત હોસ્પિટલને આગળના આદેશો સુધી મોતિયાની વધુ સર્જરી ન કરવા પણ જણાવવામાં આવ્યું હતું. હાલ આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે ત્યારે આજે આરોગ્ય મંત્રીએ સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત કરી હતી.

Mandal andhapakand :  પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા હાઇકોર્ટેનો સરકારને આદેશ

Mandal andhapakand

(Mandal andhapakand) માંડલમાં મોતિયાના ઓપરેશન મુદ્દે હાઈકોર્ટે સુઓમોટો કરી છે. હાઇકોર્ટે હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય SPને નોટિસ પાઠવી છે. પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા હાઇકોર્ટે સરકારને આદેશ પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે મોતિયાના ઓપરેશન પછી કેટલાક લોકોએ દ્રષ્ટિ ગુમાવી છે. હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.

Mandal andhapakand

અમદાવાદના માંડલની રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં દ્રષ્ટી મેળવવા માટે આવેલા 17 દર્દીને દ્રષ્ટી ગુમાવવાનો વારો આવ્યો. (Mandal andhapakand)  તંત્રની બેદરકારીથી દર્દીઓ હવે ક્યારેય દુનિયા નહીં જોઈ શકે. જો કે ગુજરાતમાં આ કંઈ નવું પણ નથી. આ પહેલા પણ અનેક દર્દીઓના જીવનમાં અંધારુ ફેલાવનું કામ બેદરકાર તંત્રએ કર્યું છે. 

 

Mandal andhapakand

(Mandal andhapakand)  આ ઘટના બાદ સરકાર એક્શનમાં આવી ગઈ છે. તો હાઈકોર્ટે પણ લાલ આંખ કરી છે. દર્દી હોસ્પિટલમાં કંઈ સારુ થાય તે માટે જાય છે. પરંતુ ગુજરાતમાં એવી અનેક હોસ્પિટલ છે જ્યાં સારુ તો નથી થતું પરંતુ ઉપરથી ખરાબ થાય છે. અમદાવાદના માંડલની રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં દર્દીઓ દ્રષ્ટી મેળવવા માટે ગયા હતા પરંતુ તેમને ક્યાં ખબર હતી કે ત્યાં દ્રષ્ટી મળશે નહીં પરંતુ લઈ લેવામાં આવશે? તંત્રના પાપે રોશની જતી રહેતા દર્દીઓ નિરાધાર બન્યા છે. 

તમે આ પણ વાંચી શકો છો

આવી ગયું લીસ્ટ ! કયા દેશની આર્મી સૌથી વધુ શક્તિશાળી ! જાણો ઇન્ડિયન આર્મી કયા નંબર પર