Ayodhya Dham   :  અરે વાહ… આ કંપની રામ મંદિરની સ્થાપનાના દિવસે આપશે ડબલ પગાર !

0
503
Ayodhya Dham
Ayodhya Dham

Ayodhya Dham  :  દેશભરમાં અયોધ્યા ધામમાં રામલલ્લાના બિરાજમાનને લઇને માહોલ જામ્યો છે. આગામી 22 જાન્યુઆરીએ રામલલ્લા પોતાની જન્મભૂમિમાં 500 વર્ષ બાદ ફરી એકવાર બિરાજમાન થવાના છે, ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ દિવસે ઉજવાશે. સમગ્ર દેશ આ દિવ્ય દિવસના સહભાગી થવામાં લાગ્યો છે. ત્યારે સુરતમાંથી એક મોટી ખબર સામે આવી છે.

ram mandir

Ayodhya Dham  : સુરતની એક હીરા ઉદ્યોગ કંપનીએ અનોખી પહેલ કરી છે, સુરતની બી મહેશ ડાયમન્ડ કંપનીએ પોતાના કર્મચારીઓને 22 જાન્યુઆરીએ, એટલે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે કામ કરનારા કર્મચારીઓને ડબલ વેતન આપવાની પહેલ કરી છે. જે કર્મચારી 22મી જાન્યુઆરીએ કામ કરશે તેને બે દિવસને પગાર મળશે. હાલમાં આ અનોખી પહેલી ચર્ચા જોરશોરમાં ચાલી રહી છે. 

Fyz6aBDXgAY9wZE

Ayodhya Dham  : આગામી 22મી જાન્યુઆરીએ રામલલ્લા પોતાના નિજ ધામમાં બિરાજમાન થવાના છે. પીએમ મોદીના હસ્તે રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થશે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારના વસ્તા દેવડી રૉડ પર આવેલી બી મહેશ ડાયમન્ડ કંપનીએ અનોખી પહેલ કરી છે. બી મહેશ ડાયમન્ડ કંપનીએ રામ મંદિરને લઈને અનોખી પહેલ કરી છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીમાં 400 કર્મીઓને આ હીરા કંપની એક દિવસનો પગાર આપશે, રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બી મહેશ ડાયમન્ડ કંપનીએ ખુશી વ્યક્ત કરી છે. કતારગામમાં બી મહેશ ડાયમંડ કંપનીની અનોખી પહેલથી લોકો અને કર્મચારીઓ પણ ખુશ છે. 22મીએ જે કામ કરાશે તેનો પગાર બમણો ચૂકવાશે,

Surat Diamond Bourse 2

Ayodhya Dham  : રામ જન્મભૂમિ અયોધ્યામાં નિર્માણ થયેલા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22મી જાન્યુઆરીએ થનારી છે, પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમગ્ર ભારતભરમાં ઉજવણીનો માહોલ બન્યો છે, ત્યારે કતારગામ વસ્તાદેવડી રૉડ પર આવેલી બી મહેશ ડાયમંડ કંપની પોતાના 400 કર્મચારીઓને 22 જાન્યુઆરી જે કામ થાય તેનું તેટલું જ બીજું ઉમેરીને એટલે કે ડબલ કરીને એક દિવસનું કામ આપશે. 

 
Ayodhya Dham  : રામ લલા પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્ત  

અયોધ્યામાં રામ મંદિર માટે લગભગ પાંચ સદીઓની રાહનો અંત આવવાનો છે. રામ મંદિરમાં રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવાનો સમય 22 જાન્યુઆરી 2024ના રોજ સવારે 12:29 થી 12:30 સુધીનો રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ સમય હશે.

તમે આ પણ વાંચી શકો છો

Shri Ram : ભગવાન રામનો ગુજરાત સાથે એક અનોખો છે સબંધ, ભગવાને પાપ શુદ્ધિ માટે કેમ ગુજરાતને પસંદ કર્યું ? જાણો પૂરી વાર્તા