DUBAI : વધુ એક સફાઈકર્મીએ દેશનું નામ રોશન કર્યું છે, ભારતમાં દરવર્ષે સમાજમાં વિશિષ્ઠ સેવા બદલ પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ, ભારત રત્ન જેવા અનેક એવોર્ડ આપવામાં આવતા હોય છે, ત્યારે આ વખતે એક ભારતીયને UAI દ્વારા વિશિષ્ઠ સેવા બદલ એવોર્ડ આપવામાં આવ્યો છે, એમાં પણ એવોર્ડ સાથે પુરા 22 લાખ રૂપિયાના ચેક સાથે, દુબઈના એક સફાઈ કામદારને એક જ વારમાં 22 લાખ રૂપિયાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, પામિલા કૃષ્ણન જે અરબ દેશ યુએઈ (DUBAI) માં છેલ્લા 13 વર્ષથી ક્લિનર તરીકે કામ કરી રહી છે, તેમને અમીરાત લેબર માર્કેટ એવોર્ડમાં એક લાખ દિરહામ એટલે કે 22 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.
કહેવાય છે ને કામમાં ઈમાનદારી રાખો તો કુદરત પણ તમારા પ્રત્યે ઈમાનદાર રહે છે, આવી જ એક ઘટના દુબઈમાં વસતા એક ભારતીય મહિલા સાથે બની છે, દુબઈમાં 13 વર્ષથી સફાઈ કામદાર તરીકે કામ કરતા પ્રેમિલાની મહેનત રંગ લાવી છે, પ્રેમિલાને ઈમાનદારીથી કામ કરવા બદલ એક જ ઝાટકે 22 લાખ ભારતીય રૂપિયાનો એવોર્ડ આપવામાં આવ્યો. વાસ્તવમાં પામિલા કેરળના પલક્કડ જિલ્લાની રહેવાસી છે. તે છેલ્લા દુબઈના 13 વર્ષથી કેનેડિયન મેડિકલ સેન્ટરમાં ક્લીનર તરીકે કામ કરી રહી છે.
એવોર્ડ પર પ્રેમિલાએ શું કહ્યું ? What did Premila say on the award?
પામિલાને પ્રથમ અમીરાત લેબર માર્કેટ એવોર્ડ હેઠળ અન્ય બિઝનેસ કેટેગરીમાં તેમના વિશિષ્ટ કાર્ય માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. પોતાની ખુશી વ્યક્ત કરતાં પામિલાએ કહ્યું કે તે હજુ પણ આઘાતમાં છે. હું આશ્ચર્યચકીત થઇ ગઈ છુ, હું હજી પણ તેના વિશે સપનું જોઉં છું.મહેમાનો અને સરકારી અધિકારીઓની સામે હું ચોંકી ગઈ હતી, મને પણ આનંદ થયો, પણ એવું લાગ્યું કે હું હજુ પણ સપનું જોઈ રહી છું.
51 વર્ષની પામિલા મલયાલમ બોલે છે. પામિલા છેલ્લા 13 વર્ષથી (DUBAI) કેનેડિયન મેડિકલ સેન્ટરમાં ક્લીનર તરીકે કામ કરે છે. પામિલા સાથે કામ કરતી અન્ય એક કામદાર શ્રીજાએ કહ્યું, “જ્યારે પામિલા તેનો એવોર્ડ લેવા સ્ટેજ પર ગઈ ત્યારે અમને ચિંતા હતી કે તે ડરી જશે, પરંતુ તે જોઈને ખૂબ જ આનંદ થયો કે તે ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે અને તેણે કોઈ ગભરાટ દર્શાવી નથી, જે પણ તે રાખે છે. કોઈપણ પરિસ્થિતિમાં સ્મિત કરે છે અને તે પોતાના કામમાં 100 ટકા આપે છે.