અજીબો ગરીબ : સ્ત્રીથી પુરુષ બનેલી સ્ત્રીએ તેની જ બહેનની સહેલી સાથે લગ્ન કર્યા

3
140
Special Marriage Act
Special Marriage Act

અજીબો ગરીબ : સ્ત્રીના પુરુષ સાથે લગ્ન થાય એ તમે સાંભળ્યું હશે પરંતુ સ્ત્રીમાંથી પુરુષ બની પછી સ્ત્રી સાથે લગ્ન કરવાની (અજીબો ગરીબ) ઘટના તમે નહી સાંભળી હોય,  મધ્યપ્રદેશ (MADHYAPRADESH) ના ઇન્દોરમાં પ્રથમ વખત એક સ્ત્રીથી પુરુષ બનેલી સ્ત્રીએ તેની બહેનની સહેલી સાથે લગ્ન કર્યા છે, આ દંપતીએ તાજેતરમાં જ એક પારિવારિક સમારોહમાં લગ્ન કર્યા હતા. અને આ લગ્ન દંપતીએ Special Marriage Act હેઠળ નોંધાઈ પણ ચુક્યા છે.

LOVE MRG

હવે યુગ બદલાઈ ચુક્યો છે, ભારતમાં દરરોજ LGBT લગ્નના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. પરંતુ મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવું પહેલીવાર બન્યું જ્યારે એક મહિલામાંથી પુરુષ બનેલી વ્યક્તિએ તેની બહેનની મહિલા મિત્ર સાથે (Love Marriages) લગ્ન કર્યા છે,   સ્ત્રીમાંથી પુરુષ બનેલી સ્ત્રીનું નામ  અલકા છે અને તેને પોતાના  47મા જન્મદિવસ પર આ લગ્ન કર્યા છે, અલ્કાએ  સ્ત્રી-થી-પુરુષ બનવાની સર્જરી કરાવી છે, અલ્કાએ  જેની સાથે કોર્ટ મેરેજ કર્યા છે તે મહિલાનું નામ આસ્થા છે. આપને જણાવી દઈએ કે  સર્જરી કરાવ્યા બાદ અલ્કા  પુરુષ બન્યો. તેણે પોતાનું નામ પણ બદલી અસ્તિત્વ કરી લીધું છે, અને  આ નવ દંપતીના પરિવારે તેમના લગ્ન માટે સંમતિ પણ આપી દીધી હતી.  

LOVE

 

વાત જાણે એમ છે કે અલ્કાએ સર્જરી કરાવ્યા બાદ તે જયારે ઘરે હતો ત્યારી તેની બહેનની મિત્ર આસ્થા સાથે તેને પ્રેમ થઇ ગયો,  જોકે શરૂઆતમાં બંને વચ્ચે સામાન્ય મિત્રતા હતી. પરંતુ ધીરે ધીરે બંને પ્રેમમાં પડ્યા. બંને પહેલા 4 થી 5 મહિના સુધી એકબીજાને સમજ્યા. પછી નક્કી થયું કે (Love Marriages) લગ્ન કરી લેવા જોઈએ. ત્યારપછી બંનેએ તેમના માતા-પિતાને આ અંગે જણાવ્યું. બંનેએ તેમના પરિવારજનોને આ લગ્ન માટે સંમતિ આપી હતી. ઘરેથી સંમતિ મળતા બંનેએ ફેમિલી કોર્ટમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરી લીધા હતા.

લગ્ન પહેલા બંનેએ લગ્નની અરજી એડિશનલ કલેક્ટર રોશન રાયને આપી હતી, કલેકટરે Special Marriage Act તપાસ બાદ અરજી સ્વીકારી હતી. 7 નવેમ્બરના રોજ, અસ્તિત્વ અને આસ્થાએ વર અને વર પક્ષના દરેક બે સાક્ષીઓ અને એક સંયુક્ત સાક્ષીની હાજરીમાં લગ્ન કર્યા અને લગ્નનું પ્રમાણપત્ર મેળવ્યું. ત્યારબાદ સાદગીભર્યા લગ્નનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બંનેના પરિવારના 25 લોકો હાજર રહ્યા હતા.  

તમને આ પણ વાંચવું ગમશે !

DUBAI : ભારતીય સફાઈ કામદારને મળ્યું અધધધ.. રૂપિયા 22 લાખનું ઇનામ !!


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

3 COMMENTS

Comments are closed.