Home Desh Brazil President Lula da Silva in India: વ્યૂહાત્મક ભાગીદારીનો નવો અધ્યાય:...

Brazil President Lula da Silva in India: વ્યૂહાત્મક ભાગીદારીનો નવો અધ્યાય: બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા 260 કંપનીઓના પ્રતિનિધિમંડળ સાથે ભારત આવશે

0
307
Brazil President
Brazil President

Brazil President Lula da Silva in India:  ભારત અને બ્રાઝિલ વચ્ચેના મજબૂત સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા આજે 18 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ભારતના પાંચ દિવસીય રાજકીય પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ આમંત્રણ પર યોજાઈ રહેલી આ મુલાકાત આર્થિક અને ટેકનોલોજીના ક્ષેત્રે અત્યંત મહત્વની માનવામાં આવે છે.

Brazil President Lula da Silva in India:   વિશાળ પ્રતિનિધિમંડળ અને AI સમિટ

Brazil President Lula da Silva in India

રાષ્ટ્રપતિ લુલા એકલા નથી આવી રહ્યા, તેમની સાથે 14 મંત્રીઓ અને 260 જેટલી કંપનીઓના માલિકો તથા અધિકારીઓનું મોટું પ્રતિનિધિમંડળ ભારત આવી રહ્યું છે.

  • AI ઇમ્પેક્ટ સમિટ: 19 અને 20 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં યોજાનારી બીજી ‘AI ઇમ્પેક્ટ સમિટ’માં રાષ્ટ્રપતિ ભાગ લેશે.
  • દ્વિપક્ષીય બેઠક: 21 ફેબ્રુઆરીએ પીએમ મોદી અને લુલા ડી સિલ્વા વચ્ચે હાઈ-લેવલ બેઠક યોજાશે, જેમાં સંરક્ષણ, ઊર્જા, કૃષિ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.

Brazil President Lula da Silva in India:   વેપાર અને આર્થિક સંબંધો

ભારત અને બ્રાઝિલ વચ્ચેનો વેપાર સતત વધી રહ્યો છે. વર્ષ 2025માં બંને દેશો વચ્ચેનો વેપાર 15 અબજ અમેરિકી ડોલરને પાર કરી ગયો છે. તેલ અને ગેસના ક્ષેત્રમાં અમેરિકા ખંડમાં બ્રાઝિલ ભારતનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર છે. આ મુલાકાત દરમિયાન રોકાણ વધારવા માટે નવી સમજૂતીઓ થવાની શક્યતા છે.

 ભારત-બ્રાઝિલ મૈત્રીના મુખ્ય પાસાઓ

  • અવકાશ ક્ષેત્ર: ભારતે 2021માં બ્રાઝિલનો ઉપગ્રહ ‘Amazonia-1’ લોન્ચ કરીને અંતરિક્ષમાં સહયોગ સાબિત કર્યો છે.
  • કૃષિ જોડાણ: ભારતની પ્રસિદ્ધ ગીર અને કાંકરેજ ગાયોની નસલ બ્રાઝિલમાં ખૂબ જ લોકપ્રિય છે.
  • સાંસ્કૃતિક સેતુ: બ્રાઝિલમાં યોગ, આયુર્વેદ અને મહાત્મા ગાંધી પ્રત્યે ઊંડો આદર છે. બ્રાઝિલના ઘણા શહેરોમાં ગાંધીજીની પ્રતિમાઓ સ્થાપિત છે.
  • આંતરરાષ્ટ્રીય મંચ: બંને દેશો BRICS, G20 અને સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ‘ગ્લોબલ સાઉથ’નો અવાજ બુલંદ કરવા સાથે મળીને કામ કરે છે.

 છઠ્ઠી ભારત મુલાકાત

રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા માટે ભારત અજાણ્યું નથી, આ તેમની છઠ્ઠી ભારત મુલાકાત છે. તેઓ સૌપ્રથમ 2004માં પ્રજાસત્તાક દિને મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા. આ મુલાકાત બાદ તેઓ દક્ષિણ કોરિયા જવા રવાના થશે.

આ પણ વાંચો : સુરત મનપાનો સપાટો: વેરો ન ભરતા બાકીદારો સામે લાલઆંખ, એક જ દિવસમાં 168 મિલકતો સીલ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે