World Cup Final IND vs AUS: ભારત અને ઑસ્ટ્રેલિયન ટીમો વર્લ્ડ કપ ફાઇનલ (World Cup Final IND vs AUS) માં એકબીજાનો સામનો કરવા જઈ રહી છે. આ બીજી વખત છે જ્યારે બંને ટીમો વર્લ્ડ કપની ફાઈનલમાં એકબીજા સામે રમવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા છેલ્લી વખત બંને ટીમો 2003 વર્લ્ડ કપની ફાઇનલમાં સામસામે આવી હતી જેમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો. હવે ભારતીય ટીમ એ હારનો બદલો લેવાના ઈરાદા સાથે અમદાવાદના મેદાનમાં ઉતરશે. બીજી તરફ, આ ફાઇનલ મેચ (#INDvsAUSfinal) ની પ્લેઇંગ કન્ડીશન શું હશે (Cricket Rules and Regulations For World Cup Final 2023). ICC પહેલા જ આની જાહેરાત કરી ચૂક્યું છે.
- ફાઈનલ ટાઈ થશે તો શું થશે, કોણ બનશે વિજેતા?
જ્યારે 2019 વર્લ્ડ કપની ફાઈનલ ટાઈ થઈ હતી, ત્યારે બાઉન્ડ્રી કાઉન્ટના આધારે ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે ICCએ આ નિયમ હટાવી દીધો છે. એટલે કે જો ફાઈનલ ટાઈ થશે તો મેચનો નિર્ણય સુપર ઓવરથી થશે.
- જો સુપર ઓવર પણ ટાઈ થાય તો શું થશે?
જો સુપર ઓવર પણ ટાઈ થાય છે તો તે સ્થિતિમાં ફરીથી સુપર ઓવર કરાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે અંતિમ પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી આ સુપર ઓવર ચાલુ રહેશે.
- ફાઈનલ મેચમાં વરસાદની શક્યતાઓ
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં 19 નવેમ્બરે વરસાદની શક્યતાઓ (IND vs AUS Final Weather Report) ઘણી ઓછી જણાય છે. હવામાન અહેવાલ મુજબ, 19 નવેમ્બર, રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. એટલે કે વરસાદની શક્યતા નહિવત છે. પરંતુ આ પછી પણ હવામાન વિશે કંઈ કહી શકાય નહીં. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે જો વરસાદ મેચમાં વિક્ષેપ પાડશે તો શું થશે.
- વરસાદના કારણે મેચ રદ્દ થશે તો શું થશે?
જો ફાઈનલના (World Cup Final) દિવસે વરસાદ પડે અને મેચ પૂર્ણ ન થઈ શકે તો મેચ રિઝર્વ ડે એટલે કે બીજા દિવસે રમાશે. તમને જણાવી દઈએ કે જો વરસાદના કારણે મેચ બંધ થઈ જાય છે અને મેચ ઓછામાં ઓછી 20 ઓવર સુધી રમી શકાતી નથી, તો અમ્પાયર મેચને બીજા દિવસે એટલે કે રિઝર્વ ડે પર લઈ જશે. પરંતુ મેચના દિવસે અમ્પાયર મેચનું પરિણામ મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. આ માટે બંને ટીમો તરફથી ઓછામાં ઓછી 20-20 ઓવર રમવી ફરજિયાત રહેશે. તમને જણાવી દઈએ કે, જો પ્રથમ દાવમાં 15 ઓવર રમાય છે અને વરસાદને કારણે રમત બંધ થઈ જાય છે અને તે દિવસે મેચ રમી શકાતી નથી, તો રિઝર્વ ડે પર મેચ તે જ જગ્યાએથી શરૂ થશે જ્યાંથી રમત બંધ થઈ હતી.
- રિઝર્વ ડે પર પણ મેચ ધોવાઈ જશે તો શું થશે?
જો રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ પડે અને મેચ પૂર્ણ ન થઈ શકે એટલે કે ઓછામાં ઓછી 20-20 ઓવર બંને ટીમો રમી ન શકે તો મેચ રદ કરવામાં આવશે. આવી સ્થિતિમાં બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને શ્રીલંકાને સંયુક્ત રીતે 2002ની ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા બનાવવામાં આવી હતી.
Indian Cricket Team, #INDvsAUSfinal, #WorldcupFinal, #CWC23Final, #NarendraModiStadium, #Ahmedabad, #IndiaVsAustralia, Cricket World Cup, नरेंद्र मोदी स्टेडियम, #WorldcupFinal, Winner – India, #WCFinalonDD, #INDvsAUSfinal, #100CrorekaCup,