World Cup Final Ceremony: ચાર તબક્કામાં સમાપન સમારોહનું આયોજન, આ ગીતો પર આખો દેશ જૂમશે, જાણો શોનો સમય

1
67
Air Show in Final Ceremony
Air Show in Final Ceremony

World Cup Final Ceremony : હવે જ્યારે વર્લ્ડ કપ 2023 તેના છેલ્લા તબક્કામાં છે, ત્યારે ICC અને BCCIએ રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઇનલ (India vs Austrlia Final) ને ભવ્ય રીતે ઉજવવાની તૈયારીઓ કરી છે. આ અંતર્ગત ભારતના પ્રખ્યાત સંગીત નિર્દેશક પ્રીતમ અને તેમનું પાંચસોથી વધુ સભ્યોનું ગ્રુપ સ્ટેડિયમ પર પોતાનો જાદુ ફેલાવશે. જ્યારે પ્રીતમ અને અન્ય ગાયકો મેદાનમાં લાઈવ પર્ફોર્મન્સ આપશે, તેમની સાથે પાંચસોથી વધુ ડાન્સર્સ આવશે.

  • મેચના મધ્ય (બ્રેક)માં થશે મ્યુઝિકલ શોઅને ડાન્સ પરફોર્મન્સ | World Cup Final Ceremony

હાફ ટાઈમ બ્રેક દરમિયાન 10 મિનિટ માટે સિંગર દેવા દેવા.., કેસરિયા તેરા.., લહારા દો.., જીતેગા, જીતેગા.., નગાડા નગાડા.., ધૂમ મચાલે.. અને દંગલના ગીતો સાથે સ્ટેડિયમમાં ઉપસ્થિત થયેલા એક લાખથી વધુ લોકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. સિંગરમાં હાર્ડી સંધુ, નીતિ મોહન સહિત અનેક ગાયકો પોતાના ગીતોનો જાદુ ફેલાવશે. અંતે, ICC વર્લ્ડ કપ 2023 ના એન્થમ ગીત ‘દિલ જશ્ન બોલે’ સાથે સમાપ્ત થશે. સંગીતકાર પ્રિતમ ચક્રવર્તી તેમના ગાયકોના જૂથ – જોનીતા ગાંધી, નકાશ અઝીઝ, અમિત મિશ્રા, આશકા સિંઘ અને તુષાર જોશી સાથે લાઇવ પરફોર્મન્સ આપશે.

Jonita Gandhi is an Indo-Canadian singer
Jonita Gandhi is an Indo-Canadian singer

પ્રીતમ ઉપરાંત મ્યુઝિક શોમાં પ્લેબેક સિંગર અને ગીતકાર આદિત્ય ગઢવી પ્રથમ દાવના ડ્રિંક્સ બ્રેક દરમિયાન પરફોર્મ કરશે.

ફાઈનલ મેચ (#INDvsAUSfinal) ની શરૂઆત પહેલા ભારતીય વાયુસેનાના બહાદુરો સ્ટેડિયમની ઉપર ખુલ્લા આકાશમાં પોતાના સ્ટંટ બતાવશે. આ એરફોર્સની સૂર્યકિરણ એક્રોબેટિક ટીમ છે. તમને જણાવી દઈએ કે સમગ્ર એશિયામાં માત્ર નવ એક્રોબેટિક ટીમો છે. તેનું નેતૃત્વ ફ્લાઈટ કમાન્ડર અને ડેપ્યુટી ટીમ લીડર વિંગ કમાન્ડર સિદેશ કાર્તિક કરશે. ભારતીય વાયુસેનાએ આ પહેલા ક્યારેય કોઈ સ્પર્ધામાં આવું કર્યું નથી.

  • ચેમ્પિયન્સની પરેડ (સાંજે 5.30 વાગ્યે)

2023ના વર્લ્ડ કપની ફાઇનલમાં તમામ વર્લ્ડ કપ વિજેતા ટીમોના કેપ્ટનને આમંત્રણ આપવામાં આવ્યું છે. પાકિસ્તાનના ઈમરાન ખાનને છોડીને, વેસ્ટ ઈન્ડિઝના ક્લાઈવ લોઈડથી લઈને ઈંગ્લેન્ડના ઈયોન મોર્ગન સુધીના દરેક કેપ્ટન ફાઈનલના ઈનિંગ બ્રેક દરમિયાન યોજાનારી ચેમ્પિયન્સની પરેડમાં ભાગ લેશે.

આ ઇવેન્ટ દરમિયાન, કેપ્ટન તેમની વર્લ્ડ કપ વિજેતા ટ્રોફી પ્રદર્શિત કરશે અને BCCI દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવશે.

  • ચેમ્પિયન્સનો તાજ

World Cup Final Ceremony
Final Ceremony

આ વખતે વર્લ્ડ કપ વિજેતાઓ માટે ઉજવણીની અનોખી રીત હશે. પ્રદર્શનમાં લેસર મેજિક પ્રોડક્શન હશે, જેમાં વર્લ્ડ કપ વિજેતા ટીમના નામ અને ટ્રોફી હશે. આ દરમિયાન વિજેતાઓના નામ સાથે અમદાવાદના આકાશને રોશનીથી ઝળહળતી કરવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભવ્ય પ્રસંગને સમાપ્ત કરવા માટે ફટાકડા અને આતેશબાજી કરવામાં આવશે.

Indian Cricket Team, #INDvsAUSfinal, #WorldcupFinal, #CWC23Final, #NarendraModiStadium, #Ahmedabad, #IndiaVsAustralia, Cricket World Cup, नरेंद्र मोदी स्टेडियम, #WorldcupFinal, Winner – India, #WCFinalonDD, #INDvsAUSfinal, #100CrorekaCup,

1 COMMENT

Comments are closed.