કેરળ : અર્નાકુલમ પ્રાર્થના સભામાં ત્રણ બ્લાસ્ટ

0
272
કેરળ : અર્નાકુલમ પ્રાર્થના સભામાં ત્રણ બ્લાસ્ટ
કેરળ : અર્નાકુલમ પ્રાર્થના સભામાં ત્રણ બ્લાસ્ટ

કેરળ અર્નાકુલમ પ્રાર્થના સભા દરમિયાન એક પછી એક બ્લાસ્ટ થતા જ ખળભળાટ મચી ગયો. એક પછી એક બ્લાસ્ટ થતા જ દેશમાં અનેક જગ્યાએ એલર્ટ આપવામાં આવ્યું છે. નેશનલ ઇન્વેસ્ટીગ એજન્સી ઘટના સ્થળ પર પહોંચ્યું છે. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહીન રાજ્યો એલર્ટ પર છે. અનેક લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. કેરળ અર્નાકુલમ કન્વેશન હોલમાં પ્રાર્થના સભા દરમિયાન એક પછી એક ત્રણ સીરીયલ બ્લાસ્ટ થતાજ સભામાં હજાર લોકોએ નાસભાગ કરી હતી. ગૃહરાજ્ય મંત્રી અમિત શાહે કેરળના સીએમ સાથે વાત કરી છે. અને સતત રાજ્યની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ત્રણ દિવસીય પ્રાર્થના સભામાં રવિવાર છેલ્લો દિવસ હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ ઈજાગ્રસ્તોમાં 36 લોકો ગંભીર ઈજાગ્રસ્ત છે અને સારવાર ચાલી રહી છે. મૃત્યુ આંક વધવાની શક્ય તા છે કારણકે આ પ્રાર્થના સભામાં અંદાજે બે હજાર લોકો એકઠા થયા હતા. આ જોરદાર બ્લાસ્ટમાં એક વ્યક્તિના મૃત્યુના સમાચાર ચાલી મળી રહ્યા છે. કલમશેરી પોલીસના જણાવ્યા અનુસાર જ્યાં વિસ્ફોટ થયો છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હતા. કેરળ રાજ્યના સ્વાસ્થ મંત્રી વીણા જ્યોર્જના નિવેદન મુજબ અહીની સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલ એલર્ટ પર મુકવાની સુચના આપવામાં આવી છે. અને રજા પરના આરોગ્ય કર્મચારીઓને તાત્કાલિક કામ પર પરત ફરવાની પણ સુચના આપવામાં આવી છે.

કેરળ સી એમ પીનરાઈ વિજયને આ બ્લાસ્ટ પર કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અને આ ઘટના સંબધિત તમામ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. સ્થળ પર એસઓજી અને એનઆઈએ ટીમ રવાના કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાશે. તમામ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર છે. ડીજીપી પણ ઘટના સ્થળ પર છે. અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે પણ વાત કરવામાં આવી છે.

F9logfcacAA4pu4

કેરળ અર્નાકુલમ કન્વેશન સેન્ટરમાં એક જ કલાકમાં ત્રણ બ્લાસ્ટ થતા જ અનેક લોકો ઘાયલ થતા જ ત્યારે ગઈકાલે કેરળમાં એક ઘટના પ્રકાશમાં આવી હતી તેમાં કેરળના સીએમ પીનરાઈ વિજયન અને માર્કવાદી કમ્યુનીસ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચુરી, વૃંદા કરાત સહિત ઈઝરાઈલ – હમાસ સંઘર્ષનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. એક સમાચાર એજન્સીના વિડીઓ અનુસાર આ બંને નેતાઓ પ્રાર્થના સભામાં બ્લાસ્ટ પહેલા હાજર હતા કે પછી તે જાણવા મળ્યું નથી પરંતુ AKG બહાર પ્રદર્શન કરતા જોઈ શકાય છે. તેમાં ગાઝામાં થતા નરસંહાર બંધ કારોના પોસ્ટરો અને નારા સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું.