OMG! બોપલની મહિલાએ બનાવ્યા રાધા કૃષ્ણના 115 ચિત્રો – બન્યો વર્લ્ડ રેકોર્ડ

1
188
OMG! બોપલની મહિલાએ બનાવ્યા રાધા કૃષ્ણના 115 ચિત્રો - બન્યો વર્લ્ડ રેકોર્ડ
OMG! બોપલની મહિલાએ બનાવ્યા રાધા કૃષ્ણના 115 ચિત્રો - બન્યો વર્લ્ડ રેકોર્ડ

અમદાવાદના બોપલ વિસ્તારના મહિલા કલાકારે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે . રેલાતા રંગોની મોહકતા કોને ન ગણે મળી જય કુદરતનું સાનિધ્ય રંગોની ભાષામાંથી શબ્દ નીકળે . બોપલના જોલી બહેન સુરતીએ બનાવેલા રાધા કૃષ્ણના ચિત્રોમાંથી રંગોની ભાષાના અધ્યાત્મિક ઉર્જાના દર્શન થાય છે. તેમની ચિત્રકલામાં તેમને ભારતીય સંસ્કૃતિ સાથે રાધા કૃષ્ણના વાંસળી સાથે એક મહિનામાં 115 ચિત્રો બનાવ્યા, રાધા-કૃષ્ણ પર બનાવવામાં આવેલા આ ચિત્રોની વાત કરીએ તો ચિત્રકલામાં કેનવાસ અને કાગળ પર કલર પેન્સિલ, ચારકોલ, પેન અને વોટર કલર સહિત અન્ય મીડિયામાં પણ આર્ટ વર્ક કરીને અદ્ભુત ચિત્રોનું સર્જન કર્યું છે. વાંસળી સાથે રાધા કૃષ્ણના બનાવેલા ચિત્રોમાં પ્રાચીન લોકકલા લોકસંસ્કૃતિના દર્શન જોવા મળે છે. અને નવી પેઢીને આ ચિત્રકળાનો વારસો મળે તે પ્રયત્ન કરવામાં આવ્યો છે. એક મહિનામાં 115 રાધા કૃષ્ણના ચિત્રો બનાવનાર કલાકારનું નામ છે જોલીબેન સુરતી જેઓએ ગુજરાત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટસ મા અભ્યાસ કર્યો છે.તેમને નાનપણથી જ કલામાં ખૂબ જ રસ હતો. પણ લગ્ન બાદ સાંસારિક જવાબદારી ના કારણે તેઓ કલા ક્ષેત્રે ખાસ કામ ના કરી શકયા.

એક સંકલ્પ અને શરુ થઇ રાધા કૃષ્ણના ચિત્રો બનાવવાની શરૂઆત

3 2

કહેવાય છે કે મન હોય તો માંડવે જવાય અને સિદ્ધિ જેણે જઈ વારે જે પરસેવે નહાય બસ એક સંકલ્પ અને શરુ કર્યું ચિત્રકામમ . તેમને ચિત્ર કાળમાં કોઈ પણ પ્રકારની તાલીમ લીધી નથી પરંતુ ગોડ ગીફ્ટ કલાની મળેલી છે તેનો સમુર્ણ ઉપયોગ અને એકલવ્ય બનીને જાણીતા ચિત્રકલાના સર્જકોના ચિત્રોનો અભ્યાસ કરવાનો શરુ કર્યો. કશું કરી જવાના દઢ નિશ્ર્ચિતા સાથે કામ કરવાનુ ચાલુ કર્યુ. તેઓએ માત્ર એક મહિનામાં વાંસળીના પોટ્રેટ સાથે શ્રી રાધા કૃષ્ણ પર 115 વિવિધ પ્રકારના સાંસ્કૃતિક પેઇન્ટિંગ પૂર્ણ કર્યા છે. તેમનો ઉદ્દેશ્ય પ્રાચીન લોક કલા, લોક સંસ્કૃતિ અને લોકવાયકાના જીવંત વારસાને જાળવી રાખવાનો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના વિવિધ જિલ્લાઓની અતુલ્ય લોક સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને શ્રી રાધા કૃષ્ણનું ચિત્ર દોરવામાં આવ્યું છે.તેઓએ કેનવાસ પેપર, ડ્રોઈંગ પેપર, વોટર કલર પેન્સિલ, ચારકોલ પેન્સિલ, બ્રશ પેન, ઓઈલ કલર જેવી સામગ્રીનો ઉપયોગ કર્યો છે.અને બન્યો છે વર્લ્ડ રેકોર્ડ .. રંગ , રેખા પછી અને ઘાટના સમન્વય સાથે રાધા કૃષ્ણના ભાવમાં તલ્લીન થઈને વાંસળીના મધુર સંગીતની સાથે લય તાલમેલ સાચવીને અદ્ભુત કળા સર્જન જોલીબેન સુરતીએ કર્યું છે.

2 1

આ ચિત્રકલાની જાણ અમદાવાદના સ્વપ્નીલ આચાર્યને થઇ જેઓ હાઇ રેન્જ વલ્ડૅ બુક ઓફ રેકોર્ડના બ્રાન્ડ એમ્બેસેડર, આર્ટ કયુરેટર છે તેમના માર્ગદર્શન થી 115 ચિત્રોનો રેકોર્ડ નોધણી કરવાની કામગીરી શરુ થઇ અને તેમને સન્માન આપવામાં આવ્યું. એવોર્ડ સેરેમનીમાં જાણીતા ચિત્રકાર જય પંચોલી , ચિત્રકાર રાજેશ બારૈયા , આંતરાષ્ટ્રીય કલાકાર કેના  મુલતાની સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી તથા પ્રજ્ઞેશભાઇ પટેલ (મંત્રી કર્ણાવતી મહાનગર- બીજેપી),  દિપ્તીબેન અમરકોટીયા ( વુમન્સ એન્ડ ચાઈલ્ડ  ડેવલપમેન્ટ- (એ. એમ. સી) ,   કાન્તિ ભાઇ પટેલ અને વાસંતીબેન પટેલ (બોડકદેવ કોર્પોરેટર ) ઉપસ્થિત હતા


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.