Home Desh ગુજરાતમાં રાહત ફંડમાં ડોનેશન ઓનલાઇન સ્વીકારવા માટે પોર્ટલ શરૂ    

ગુજરાતમાં રાહત ફંડમાં ડોનેશન ઓનલાઇન સ્વીકારવા માટે પોર્ટલ શરૂ    

0
509
ગુજરાતમાં રાહત ફંડમાં ડોનેશન ઓનલાઇન સ્વીકારવા માટે પોર્ટલ શરૂ    
ગુજરાતમાં રાહત ફંડમાં ડોનેશન ઓનલાઇન સ્વીકારવા માટે પોર્ટલ શરૂ    

રાહત ફંડમાં ડોનેશન ઓનલાઇન સ્વીકારવા માટે પોર્ટલ શરૂ    

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોર્ટલનું લોન્ચિંગ કર્યું                

 ડિજિટલ ઇકોનોમીને વેગ આપવા વધુ  એક કદમ

ગુજરાતમાં રાહત ફંડમાં ડોનેશન ઓનલાઇન સ્વીકારવા માટે પોર્ટલ શરૂ કરાયો છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ડિજિટલાઇઝેશન અને ડિજિટલ ઇકોનોમીને વેગ આપવા અપનાવેલા અભિગમમાં ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વધુ  એક કદમ ભર્યું છે.મુખ્યમંત્રી રાહત ફંડમાં ડોનેશન ઓનલાઇન સ્વીકારવા માટે શરૂ કરવામાં આવેલા પોર્ટલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યું હતું.રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા કાર્યરત કરવામાં આવેલા આ પોર્ટલ પર ઓનલાઇન લિંક ઉપર ક્લિક કરીને કોઈ પણ વ્યક્તિ મુખ્યમંત્રી રાહત નિધિમાં પોતાનો દાન-ફાળો આપી શકશે.આ લિંક પર ક્લિક કરવાથી સંબંધિત વ્યક્તિના મોબાઈલ નંબર પર ઓટીપી જનરેટ થશે અને દાન આપનાર વ્યક્તિ પોતાના નામ, સરનામા, પાનકાર્ડ, ઈ-મેઇલ આઇડી જેવી પ્રાથમિક વિગતો ભરીને સબમિટ કરવાની રહેશે.ત્યારબાદ પે-ડોનેશન  પર ક્લિક કરીને અલગ-અલગ પેમેન્ટ મોડ, તમામ યુ.પી.આઈ પ્લેટફોર્મ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, ક્યુ.આર. કોડ જેવા માધ્યમથી સી.એમ. રીલીફ ફંડમાં ઓનલાઇન ડોનેશન આપી શકશે.આ પેમેન્ટ સક્સેસફુલ થયેથી દાન આપનાર વ્યક્તિને ઓટો જનરેટેડ ઇ-રીસીપ્ટ, ૮૦-જી સર્ટિફિકેટ અને મુખ્યમંત્રીશ્રી દ્વારા અપાતો પ્રશંસાપત્ર ત્વરાએ મળી જશે.આ ઓનલાઇન ડોનેશન પોર્ટલ અને રીસીપ્ટનું ઓનલાઈન ડિજિટલાઇઝેશન પદ્ધતિ કાર્યરત થવાથી દાતાને તુરંત જ પેમેન્ટ રીસીપ્ટ અને સર્ટિફિકેટ મળી જશે અને જરૂર જણાયે ગમે ત્યારે મોબાઈલ નંબર લોગીનથી રીસીપ્ટ કે સર્ટિફિકેટ મેળવી પણ શકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-દર્શનમાં આવી રાહત-સહાય આપવાના ધોરણો વધુ ઉદાર બનાવવાની સંવેદના સાથે સપ્ટેમ્બર-૨૦૨૧થી અત્યાર સુધીમાં ગંભીર રોગોથી સારવાર માટે ૨૦૮૫ લોકોને કુલ ૩૦.૮૧ કરોડ રૂપિયા તેમજ અકસ્માત મૃત્યુ અને ઈજાના કેસોમાં ૪૫૦થી વધુ લોકોને ૧૮.૮૫ કરોડની સહાય સરકારે આપી છે. રાહત નિધિમાં મળતા દાનનો ઉપયોગ આવા જરૂરતમંદ વ્યક્તિઓના કિસ્સામાં સહાય માટે રાજ્ય સરકાર કરે છે.કુદરતી આપત્તિમાં મદદ-સહાય ઉપરાંત કેન્સર, હાર્ટ સર્જરી, લંગ્સ રીપ્લેસમેન્‍ટ, મૂત્રપિંડના રોગો જેવા ગંભીર રોગોની સારવાર માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી જરૂરતમંદ વ્યક્તિઓને સહાય આપવામાં આવે છે. એટલું જ નહીં, ગંભીર માર્ગ અકસ્માતના કિસ્સામાં પણ જાન ગુમાવનારા અને ગંભાર ઈજાગ્રસ્ત લોકોને આ ફંડમાંથી સહાય અપાઈ છે. હવે, ઓનલાઇન પોર્ટલના કાર્યરત થવાથી દેશ અને દુનિયામાંથી કોઈ પણ વ્યક્તિ મુખ્યમંત્રી રાહત નિધિમાં પોતાના તરફથી દાન-ડોનેશન એટ વન ક્લિકથી આપી શકશે અને આવા જરૂરતમંદ લોકોની મદદ માટેના સરકારના કાર્યોમાં સહયોગી બની શકશે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આ પોર્ટલ અને ડોનેશનની રીસિપ્ટના ઓનલાઇન ડિજિટલાઇઝેશનનો પ્રારંભ રાહત કમિશનર  આલોક પાંડે, મુખ્યમંત્રી કાર્યાલયના સચિવશ્રીઓ તથા સ્ટેટ બેંક ઓફ ઈન્‍ડીયાના ચીફ જનરલ મેનેજર અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.

 

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે