સુરેન્દ્રનગરમાં વસ્તડી-ચુડાને જોડતો પુલ ધરાશાયી, ડમ્પર સહિત 2 બાઈક પટકાયા, 4થી વધુ લોકોને ગંભીર ઈજા

0
184
સુરેન્દ્રનગર બ્રિજ
સુરેન્દ્રનગર બ્રિજ

મોરબીની ઐતિહાસિક ઝૂલતો પુલ ધરાશાયી થવાની ઘટના ની યાદ તાજી કરનારી એક અન્ય ઘટના બની છે. જી હા.. સુરેન્દ્રનગરમાં વસ્તડી-ચુડાને જોડતો પુલ ધરાશાયી થયો છે. આ બ્રિજ તૂટતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી હતી, અને કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. પરંતુ બ્રિજ ધરાશાયી થતાં ડમ્પર તેમજ 2 બાઈક નીચે પટકાયા હતા. જેના કારણે ડમ્પર ચાલક સહિત 4થી વધુ લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. બીજી બાજુ પુલ ધરાશાયી થતાં લોકોનાં ટોળેટોળાં ઉમટ્યા હતા.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરમાં વસ્તડી અને ચુડાને જોડતો પુલ ધરાશાયી થયો છે. પુલ પરથી જ્યારે ડમ્પર પસાર થયું ત્યારે અચાનક પુલનો એક ભાગ ધરાશાયી થઈને નદીમાં ખાબક્યો હતો. ત્યારે પુલ પરથી તે જ સમયે પસાર થઈ રહેલું બાઇક પણ નદીમાં પટકાયું હતું. બ્રિજ તૂટતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ દુર્ઘટનામાં ડમ્પર ચાલક સહિત કુલ ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનાની જાણ થતા જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠાં થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ પુલ 10 ગામને જોડતો હતો. ત્યારે દસેય ગામ સાથેનો વાહનવ્યવહાર હાલ ખોરવાઈ ગયો છે. વાહનવ્યવહાર ચાલુ હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. પરંતુ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

મોરબીની ઐતિહાસિક ઝૂલતો પુલ ધરાશાયી થવાની ઘટનાની યાદ તાજી કરનારી એક અન્ય ઘટના બની છે. જી હા.. સુરેન્દ્રનગરમાં વસ્તડી-ચુડાને જોડતો પુલ ધરાશાયી થયો છે. આ બ્રિજ તૂટતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી હતી, અને કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. પરંતુ બ્રિજ ધરાશાયી થતાં ડમ્પર તેમજ 2 બાઈક નીચે પટકાયા હતા. જેના કારણે ડમ્પર ચાલક સહિત 4થી વધુ લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. બીજી બાજુ પુલ ધરાશાયી થતાં લોકોનાં ટોળેટોળાં ઉમટ્યા હતા.આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરમાં વસ્તડી અને ચુડાને જોડતો પુલ ધરાશાયી થયો છે. પુલ પરથી જ્યારે ડમ્પર પસાર થયું ત્યારે અચાનક પુલનો એક ભાગ ધરાશાયી થઈને નદીમાં ખાબક્યો હતો. ત્યારે પુલ પરથી તે જ સમયે પસાર થઈ રહેલું બાઇક પણ નદીમાં પટકાયું હતું. બ્રિજ તૂટતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ દુર્ઘટનામાં ડમ્પર ચાલક સહિત કુલ ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનાની જાણ થતા જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠાં થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ પુલ 10 ગામને જોડતો હતો. ત્યારે દસેય ગામ સાથેનો વાહનવ્યવહાર હાલ ખોરવાઈ ગયો છે. વાહનવ્યવહાર ચાલુ હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. પરંતુ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.