Home Main ગુજરાતીઓ સાચવજો! ગુજરાત માં વાહનચાલકોની લાગશે લાંબી લાઈનો, 24 કલાક ખુલ્લા નહીં...

ગુજરાતીઓ સાચવજો! ગુજરાત માં વાહનચાલકોની લાગશે લાંબી લાઈનો, 24 કલાક ખુલ્લા નહીં મળે પેટ્રોલ પંપ

0
629
પેટ્રોલ ડીઝલ
પેટ્રોલ ડીઝલ

દેશના અલગ-અલગ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ ના ભાવ અલગ-અલગ હોય છે. ત્યારે રાજસ્થાન બાદ ગુજરાત ના પેટ્રોલ પમ્પ સંચાલકો એ પેટ્રોલિયમ મંત્રાલય અને ક્રૂડ ઓઇલ કંપનીઓ સામે બાંયો ચઢાવી છે. ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીઓ સામે પેટ્રોલ પંપ સંચાલકો ગુસ્સામાં આવ્યા છે. તેથી તમામ પેટ્રોલપંપ સંચાલકોએ નિર્ણય લીધો કે, ગુજરાત ના સાડા ચાર હજાર પેટ્રોલ પમ્પ સંચાલકો 15મી સપ્ટેમ્બરે કંપનીઓમાંથી પેટ્રોલ ડીઝલ નો જથ્થો નહીં ઉઠાવે. જો ગુજરાત ના પેટ્રોપ પંપની માંગ પૂરી નહિ થાય તો શક્ય છે કે આગામી દિવસોમાં ગુજરાત માં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળશે. તેમજ કદાચ તમને પેટ્રોલ પૂરવવા માટે લાંબો સમય રાહ જોવી પડશે. અથવા તો તમને તમારા સમય પર પેટ્રોલ ભરાવવા નહિ મળે. આવુ બધુ જ થઈ શકશે જો પેટ્રોલ પંપના સંચાલકો આકરા પાણીએ આવી ગયા તો.

પેટ્રોલ પંપ સંચાલકોની ચીમકી 
ગુજરાતભરના પેટ્રોલ પંપ સંચાલકો 15 સપ્ટેમ્બરે પેટ્રોલ ડીઝલનો જથ્થો નહીં ઉઠાવે. આ વિશે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના ઉપપ્રમુખ મેહુલ પટેલે જણાવ્યું કે, મધ્ય ગુજરાતના 650 પેટ્રોલ પમ્પ ત્રણ કંપની 2 ડેપો પરથી દરરોજ 1 કરોડ લીટર પેટ્રોલ ડીઝલનો જથ્થો ઉઠાવે છે. 15 મી પેટ્રોલિયમ કંપનીઓને 96 કરોડનો ફટકો પડશે. 6 વર્ષથી અમારા કમિશનમાં વધારો કર્યો નથી. હાલ પેટ્રોલમાં 3.10 પૈસા આપે છે, ડીઝલમાં 2.3 પૈસા આપવામાં આવે છે. છેલ્લું કમિશન 1 ઓગસ્ટ 2017 ના રોજ આપવામાં આવ્યું હતું. 

તેમણે વધુમાં કહ્યું કે, દર 6 મહિને જાન્યુઆરી અને જૂન માં કમિશનમાં વધારો આપવા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી અને કંપનીઓ દ્વારા 4 નવેમ્બર 2016ના રોજ લેખિત બાંહેધરી આપવામાં આવી હતી. 15 સપ્ટેમ્બરના સાંકેતિક વિરોધને પણ જો સાનુકૂળ પ્રતિસાદ નહીં મળે તો આગામી 1 લી ઓક્ટોબરથી પેટ્રોલ પમ્પ સંચાલકો પેટ્રોલ પંપના કલાકો ઘટાડી દેવામાં આવશે, સ્ટાફ ઘટાડવામાં આવશે. 

અલગ-અલગ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કેમ અલગ-અલગ છે?
તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના આધારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ કિંમતોની સમીક્ષા કર્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. વિવિધ રાજ્યોમાં સ્થાનિક કર લાદવામાં આવતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શહેરોમાં અલગ અલગ હોય છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે