કેન્દ્રીય રાજ્ય આરોગ્ય મંત્રીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

1
81
કેન્દ્રીય રાજ્ય આરોગ્ય મંત્રીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
કેન્દ્રીય રાજ્ય આરોગ્ય મંત્રીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

અંગદાન ક્ષેત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું . અંગદાતાઓની સ્મૃતિમાં બનાવેલ “અમર કક્ષ”ની મુલાકાત થી મંત્રી પ્રભાવિત થયા. કેન્દ્રીય રાજ્ય આરોગ્ય મંત્રી એસ.પી.સિંઘ બાધેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આયુષ્યમાન ભવ: કાર્યક્રમના શુભારંભ માટે ગુજરાતના મહેમાન બનેલા કેન્દ્રીય રાજ્ય આરોગ્ય મંત્રી એસ..પી.સિંઘ બાધેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સમગ્ર દેશમાં એક જ વર્ષમાં સરકારી હોસ્પિટલમાં સૌથી વધુ અંગદાન કરનાર અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને અંગદાનની સેવાકીય પ્રવૃતિ અને કામગીરીનુ જાત નિરીક્ષણ કર્યું હતું.

કેન્દ્રીય રાજ્ય આરોગ્ય મંત્રી એસ.પી.સિંઘ બાધેલએ હોસ્પિટલમાં અંગદાનના સેવાકીય કાર્ય સાથે જોડાયેલ તબીબો, નર્સિંગ સ્ટાફ, કાઉન્સેલર્સ સાથે અંગદાન સંદર્ભે ઉંડાણપૂર્વકની જાણકારી મેળવી હતી કેન્દ્રીય રાજ્ય આરોગ્ય મંત્રી એસ.પી.સિંઘ બાધેલની આ મુલાકાતમાં અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ , અધિક નિયામકશ્રી ડૉ. આર દિક્ષિત, GUTS ના વીસી અને SOTTOના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદી, યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોષી અને સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રજનીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ કેન્દ્રીય રાજ્ય આરોગ્ય મંત્રી એસ.પી.સિંઘ બાધેલે અંગદાન સંલગ્ન તમામ બાબતોથી ઊંડાણપૂર્વક માહિતગાર કર્યા હતા.
કેન્દ્રીય રાજ્ય આરોગ્ય મંત્રી એસ.પી.સિંઘ બાધેલએ અંગદાન બાબતે વિગતવાર માહિતી મેળવીને અંગદાનને પોતાના પ્રદેશ અને રાષ્ટ્રવ્યાપી પ્રોત્સાહિત કરી શકાય તે માટે સંપૂર્ણ SOP બાબતે જાણકારી મેળવી.કેન્દ્રીય રાજ્ય આરોગ્ય મંત્રી એસ.પી.સિંઘ બાધેલએ અંગદાતાઓની સ્મૃતિમાં સિવિલ હોસ્પિટલમાં બનાવેલ “અમર કક્ષ”ની મુલાકાત લઈને તમામ અંગદાતાઓની વિગતો નિહાળીને બિરદાવી હતી.
કેન્દ્રીય રાજ્ય આરોગ્ય મંત્રી એસ.પી.સિંઘ બાધેલ એ હોસ્પિટલમાં કાર્યરત રીટ્રાઇવલ સેન્ટર, ઓપરેશન થીયેટર અને ICUની મુલાકાત લીધા બાદ U. N. Mehta હોસ્પિટલ ખાતે હૃદય પ્રત્યારોપણનું ઓપરેશન નિહાળવા U. N. Mehta હોસ્પિટલની મુલાકાત લીધી. સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ તમામને બિરદાવી આગામી ૧૬મી તારીખે આગ્રામાં મળનાર મહત્વના અધિવેશનમાં અમદાવાદના અંગદાન બાબતે સચોટ માહિતી આપી શકે તેવા સિવિલના ડૉકટરોને કેન્દ્રીય રાજ્ય આરોગ્ય મંત્રી એસ.પી.સિંઘ બાધેલએ આમંત્રિત કર્યા છે.

WhatsApp Image 2023 09 13 at 18.57.54

આપને જણાવી દઈએ કે તાજેતરમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૨ મું અંગદાન થયું હતું.
મોડાસાના બ્રેઇનડેડ યુવકનું અંગદાન ચાર વ્યક્તિઓના જીવનમાં અજવાળું થયું હતું. બ્રેઇનડેડ જયદિપસિંહ ચૌહાણના અંગદાનમાં હ્રદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું . ૧૯ વર્ષના બ્રેઇનડેડ જયદિપસિંહના હ્રદયનું યુ.એન.મહેતામાં “હ્રદય પરિવર્તન” કરવામાં આવ્યું હતું. તથા બે કિડની અને લીવરને મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા. સિવિલ મેડિસીટીની એક જ છત્ર હેઠળ ઉપલબ્ધ રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટની સુવિધા સમગ્ર અંગદાનને અસરકારક બનાવી રહી છે તે સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.