અમદાવાદમાં રહેતા ભારતના પ્રથમ ધ કાઇટ ક્વિન ભાવના શૈલેષ મહેતાએ બ્રિટનના પતંગબાજોને અચંબીત કર્યા હતા. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પણ ભાવના બહેનની કલાને બિરદાવી હતી. આ ઉપરાંત પતંગ મહોત્સવમાં સ્થાનિક લોર્ડ મેયર ટોમ કલોસ અને લેડી મેયરેસ શ્રીમતી નિક્કી કલોસ સહિતના પદાધિકારીઓએ તેમની કલાને બિરદાવી ને સન્માન આપ્યું હતું. ભાવના શૈલેષ મહેતાએ પોતાની કલા દ્વારા પતંગ પર ભારતીય સંસ્કૃતિ કંડારે છે અને આર્ટ એન્ડ કલ્ચર રજૂ કરી છે . આ વર્ષે ૨૦૨૩માં ફરી એકવાર ” ધ કાઇટ સોસાયટી ઓફ ગ્રેટ બ્રિટન પોર્ટ્સમાઉથ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ તરફથી પતંગ મહોત્સવમાં ભાગ લેવાનું નિમંત્રણ મળ્યું હતું અને અમદાવાદ શહેરની મહિલા કાઈટ ફ્લાયર ‘કાઇટ સોસાયટી ઓફ ગ્રેટ બ્રિટન’માં પતંગ મહોત્સવમાં ભાગ લઈ આર્ટિસ્ટિક કાઇટ શ્રેણીમાં કૃષ્ણ લીલા અને રાધા કૃષ્ણ ના ભારતીય સાંસ્કૃતિ અને કલા વારસાના આધારે ..૧) કલમકારી -નાગદમન ૨) ગોંડ પેઈન્ટીંગ – ધ નેચર ૩) પિછવાઈ પેઇન્ટિંગ -ગોવર્ધન ધારી ૪) , કાલીઘાટ પેઇન્ટિંગ -ધ પિકોક ,૫) મિશ્ર કલા સ્વરૂપો – રાધા કૃષ્ણ ની એમ પાંચ પતંગો ની ટ્રેન કાઇટ ડેલા પોર્ટા આકાર (54 cm × 54cm ) તેમજ રાધા – કૃષ્ણ – કેરળ મ્યુરલ અને એબ્સ્ટ્રેક્ટ આર્ટ ફોર્મ ડેલા પોર્ટા શેપ (90cm × 90cm )માં પતંગ બનાવીને ઉડાવી હતી .
દર વર્ષે અલગ અલગ થીમ પર ભાવના બહેન પતંગ બનાવે છે. બ્રિટનમાં પોતાની થીમ ભારતીય સંસ્કૃતિ અને કલચરને રાખીને પતંગ બનાવ્યા હતા . ધ કાઈટ સોસાયટી ઓફ ગ્રેટ બ્રિટનમાં સિલેક્શન વિશે તેમણે જણાવતા કહ્યું હતું, સૌ પ્રથમ વાર ઓગસ્ટ 2019માં આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે નિમંત્રણ મળયું હતું તે સમયે શ્રાવણ માસને ધ્યાન રાખી તેમણે અર્ધનારેશ્વર,તેમજ ગુજરાત અને ઉત્તરપ્રદેશને ધ્યાનમાં રાખીને પીઠોરી આર્ટ , રાજસ્થાનની સંસ્કૃતિ પર આધારિત ‘ધ ક્વિન’ , રાગ મેઘપર, ભરતનાટ્યમ ક્લાસિકલ ડાન્સ જેવા ભારતની સાંસ્કૃતિક ધરોવરને ધ્યાન રાખી 5 ફુટ સુધીની પતંગો બનાવી હતી .ભાવના મહેતાએ ટ્રેડિશનલ હેન્ડમેડ પતંગ બનાવીને પ્રોફેશનલ પતંગબાજ તરીકે પોતાની સફરની શરુઆત 2008થી પોલીસ સ્ટેડિયમ શાહીબાગ ખાતે કરી હતી. ત્યારબાદ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હસ્તે ૨૦૦૯ ,૨૦૧૦ અને ૨૦૧૧માં એવોર્ડ મેળવ્યા છે. તેમજ ૨૦૧૨માં ભાવના બહેનની દીકરી દિપ્તીને મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ મેળવેલ હતો
વર્ષ ૨૦૧૮માં ભારત અને ઇન્ડોનેશિયાના સાંસ્કૃતિક વારસાના અદાન પ્રદાન ના ૭૦ વર્ષની મૈત્રીના ઉપક્રમે બન્ને દેશોની સંસ્કૃતિને જોડાણ અર્થે ‘રામયણ – મહાભારત’ ના પ્રસંગને આવરી તેને લગતા ૫૦ થી વધુ પતંગ બનાવવાનું અને તેનું પ્રદર્શન પ્રદર્શિત કરવાનું સૌભાગ્ય ભાવના બહેન અને તેમની ટીમ ને મળ્યું . આ પ્રદર્શન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ઈડોનેશિયાના રાષ્ટ્રપતિ બાપા જોકો વિડોડો દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ ડેલિગેશનમાં સામેલ થવાનો મોકો તેમને તથા તેમની ટીમને પ્રાપ્ત થયો.
બોલીવુડની ફિલ્મોના પ્રમોશન માટે “શમિતાભ” – અમિતાભ બચ્ચન, “જય હો” સલમાન ખાન અને “સ્ટ્રીટ ડાન્સર-3” વરુણ ધવન જેવા અભિનેતાઓ માટે કાઈટ બનાવી તેમની સાથે ઉડાવાનો પણ મોકો મળ્યો છે . અમેરિકન કાઇટ એસોસિએશનએ પણ તેમના મેગેઝીનમાં કાઇટ ક્વિન અને તેમના પતંગબાજીને વખાણી છે . ભાવના બહેને કલાત્મક પતંગ તેમજ દેશવિદેશમાં જઈ ને તેમની પતંગ ઉડાડવાની કલા દ્વારા અનેક ઈનામો મેળવ્યા છે .