ચંદ્રયાન-3 , AMC એ લગાવ્યા 126 LED , શહેરીજનો જોશે લાઇવ પ્રસારણ

0
245
AMC એ લગાવ્યા 126 LED , શહેરીજનો જોશે લાઇવ પ્રસારણ
AMC એ લગાવ્યા 126 LED , શહેરીજનો જોશે લાઇવ પ્રસારણ

ચંદ્રયાન-3 લેન્ડ થશે અને આજે ઈતિહાસ સર્જાશે . આ ક્ષણના સાક્ષી બનવા અમદાવાદીઓ પણ તૈયાર છે . ચંદ્રયાન-3 લેન્ડ થશે ચંદ્રના દક્ષીણ ધ્રુવ પર . તે લાઇવ પ્રસારણ અમદાવાદના દરેક જગ્યાએ લાઇવ જોઈ શકાશે . AMC દ્વારા તમામ તૈયારી પૂરી કરવામાં આવી છે. અલગ-અલગ વિસ્તારોમાં 126 એલઈડી સ્ક્રીન લગાવ્યા છે . જેમાં ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગનું જીવંત પ્રસારણ કરાશે. શહેરની યુનિવર્સિટી, કોલેજોમાં ચંદ્રયાન 3 ના લાઈવ પ્રસારણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે . શાળાના વિદ્યાર્થીઓ ચંદ્રયાન 3નું લેન્ડિંગ નિહાળી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આજે સાયન્સ સિટીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોની ચિત્ર સ્પર્ધા સહિતની પ્રવુત્તિઓ કરાશે . નિષ્ણાંતો મિશન મુન ચંદ્રયાન -3 જણાવશે. ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ ટેલીકાસ્ટ બતાવાશે. ઈસરો દ્વારા યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર લાઈવ પ્રસારણ થશે.

ધ્રુવ 1

ચંદ્રયાન-3 ના સફળ ચંદ્ર ઉતરાણ માટે વિશેષ પ્રાર્થના

ચંદ્રયાન-3 ના સફળ ચંદ્ર ઉતરાણ માટે વિશેષ પ્રાર્થના કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો પ્રાર્થના કરવા મંદિરોમાં “ચંદ્રયાનની સફળતા માટે અહીં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી…” આ ઉપરાંત ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે વારાણસીમાં સાધુઓએ હવન કર્યો હતો. ભારતના ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે લોકોએ યુએસએના ન્યુ જર્સીમાં મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્રમાં પ્રાર્થના કરી હતી. ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યોએ કહ્યું કે ભારતીય સમુદાય માટે આ ગર્વની ક્ષણ છે.

આશા છે કે ચંદ્રયાન-3 મિશન સફળ થશે. તેમણે ચંદ્રયાન-3 ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. આજે ભારત ચંદ્ર પર જે કરવા જઈ રહ્યું છે તે આજ સુધી દુનિયાના સૌથી પાવરફુલ દેશોએ પણ નથી કર્યું. ભારત આજે ચંદ્રના તે ભાગને આખા દુનિયાને બતાવશે જેને પૃથ્વીથી જોઈ નથી શકાતો. દેશભરમાં આજે ચન્દ્રયાનને લઈને ઉત્સાહનો માહોલ છે દરેક મંદિરોમાં પૂજા હવન સહિતના કાર્યક્રમોથઇ રહ્યા છે . ત્યાં શાળાઓમાં લાઇવ પ્રસારણ પણ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 23 ઓગસ્ટ એટલેકે આજે સફળ લેન્ડિંગ કરશે. લેન્ડિંગ પહેલા મોડ્યુલે આંતરિક તપાસમાંથી પસાર થવું પડશે અને નિર્ધારિત લેન્ડિંગ સ્થળ પર સૂર્યોદયની રાહ જોવાની રહેશે.

અમદાવાદથી ઈસરોના સ્થાપક વિક્રમ સારાભાઈના પુત્ર કાર્તિકેય સારાભાઈએ કહ્યું ભારત માટે મોટો દિવસ

ચંદ્રયાન-3 મિશન પર ઈસરોના સ્થાપક વિક્રમ સારાભાઈના પુત્ર કાર્તિકેય સારાભાઈએ કહ્યું આજે ભારત માટે  મોટો દિવસ છે. માત્ર ભારત માટે જ નહીં પરંતુ આ ગ્રહ પરના કોઈપણ વ્યક્તિ માટે આ અદ્ભુત બાબત છે કે તેને એટલી ચોકસાઈ સાથે મોકલવું કે જેનાથી આપણે ચંદ્રયાન-3 મોકલી શક્યા છીએ કારણ કે આજ સુધી કોઈ ચંદ્રની દક્ષિણ બાજુ પર ઉતરાણ કરી શક્યું નથી