Home Desh મિઝોરમ માં નિર્માણાધીન રેલ્વે બ્રિજ ધરાશાયી,દુર્ઘટનામાં 17 લોકોના મોત

મિઝોરમ માં નિર્માણાધીન રેલ્વે બ્રિજ ધરાશાયી,દુર્ઘટનામાં 17 લોકોના મોત

0
451
મિઝોરમ માં નિર્માણાધીન રેલ્વે બ્રિજ ધરાશાયી
મિઝોરમ માં નિર્માણાધીન રેલ્વે બ્રિજ ધરાશાયી

મિઝોરમ ના આઈઝોલમાં એક નિર્માણાધીન રેલ્વે પુલ તૂટી પડતા 17 લોકોના મોત થયા હતા. જણાવવામાં આવ્યું છે કે આ ઘટના સાયરાંગ વિસ્તાર પાસે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના સમયે વિસ્તારમાં 35-40 લોકો હતા.. આ ઘટના આઈઝોલથી 21 કિમી દૂર બની હતી. અત્યાર સુધી તમામ મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. સાથે જ કેટલાક વધુ લોકોને શોધવાના પ્રયાસો ચાલુ છે.

મિઝોરમમાં બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે PMO પરથી ટ્વિટ કરતાં લખ્યું છે કે મિઝોરમ માં પુલ ધરાશાયી થવાની ઘટનાથી દુઃખી છું. મૃતકોના સ્વજનો પ્રત્યે મારી સહાનુભૂતિ વ્યક્ત કરું છું અને ઘટનામાં ઘાયલ લોકોના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અસરગ્રસ્તોને શક્ય તમામ સહાયતા કરવામાં આવશે.વધુમાં PMO દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મૃતકોને Prime Minister’s National Relief Fund (PMNRF) માંથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાય અને ઘાયલોને 50 હજારની આર્થિક સહાય આપવામાં આવશે. મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.કુરુંગ નદી પર બૈરાબીને સૈરાંગ સાથે જોડતો રેલ્વે પુલ નિર્માણાધીન હતો. અકસ્માત સ્થળ આઈઝોલથી લગભગ 21 કિમી દૂર છે. આ શ્રમિકો મિઝોરમના રેલ ઓવરબ્રિજ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. બ્રિજ નંબર 196ની ઊંચાઈ 104 મીટર છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

 

 

 

 

 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે