Home Main સરહદથી આવી રહ્યું છે મોટુ સંકટ : ગુજરાતમા હવે તીડ આવશે તો...

સરહદથી આવી રહ્યું છે મોટુ સંકટ : ગુજરાતમા હવે તીડ આવશે તો બરબાદ થઈ જઈશું,ખેડૂતો માં ભય

0
507
તીડ
તીડ

બનાસકાંઠા જિલ્લા થી 450 કિલોમીટર દૂર રાજસ્થાનના જેસલમેરના મોહનગઢમાં 150 હેક્ટરમાં તીડ ના ઈંડામાંથી બચ્ચા નીકળી રહ્યા હોવાના 154 સ્પોટ મળતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માં ચિંતા પ્રસરી છે. વર્ષ 2019 અને 2020માં તીડ ના આક્રમણના કારણે જિલ્લા ના લાખો હેકટરમાં ઉભેલો મહામુલો પાકનો તીડ એ સફાયો બોલાવતા ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા. જોકે હવે ફરીથી તીડ ની દહેશતના કારણે ખેડૂતો રાજસ્થાનના રણમાં જ તીડ નો સફાયો થાય તેવી માંગ કરી રહ્યા છે.સાથે ખેડૂતોન ને હાલ ભુતકાળ ખબર છે,ખાસ કરીને બનાસકાંઠા માં તેની સૌથી વધુ અસર પડી શકે છે

વર્ષ 2019 અને 2020 માં બનાસકાંઠા જિલ્લામાં સરહદ પાર પાકિસ્તાનથી મોટી સંખ્યામાં આવેલ તીડોના ઝુંડોએ લાખો હેકટરમાં ઉભેલો ખેડૂતોના  પાકનો સફાયો બોલાવી દીધો હતો. જોકે બનાસકાંઠા જિલ્લામાં આવેલા તીડોએ એવો ત્રાસ મચાવ્યો હતો કે ખેડૂતોએ તેમને ભગાડવા માટે ઢોલ નગારા અને થાળીઓ વગાડીને તેમને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તીડોની સંખ્યા મોટી હોવાથી ખેડૂતોના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. જોકે  તીડ નિયંત્રણ વિભાગ અને કેન્દ્ર અને રાજ્ય સરકારની 117 થી વધુ ટિમોની સાથે સાથે ખેડૂતોએ પોતાના ખર્ચે ફાલકન મશીન સહિત ટ્રેક્ટરો અને ગાડીઓ દ્વારા તીડોના ઝુંડ ઉપર દવાનો છંટકાવ કરવા અનેક દિવસો સુધી કામ કર્યું હતું અને તીડોનો સફાયો બોલાવ્યો હતો.

જોકે 17 દિવસો સુધી તીડોએ આતંક મચાવી 13 તાલુકાના 114 જેટલા ગામડાઓના ખેતરોમાં ઉભેલા એરંડા, દાડમ, જીરું, રાયડો તેમજ અન્ય મહામુલા પાકનો સફાયો કર્યો હતો અને તીડોના ઝુંડ છેક અમદાવાદ અને ગાંધીનગર સુધી પહોંચી ગયા હતા. જેને લઈને ખેડૂતો ને કરોડોનું નુકસાન થતાં ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા. જોકે હવે ફરીથી રાજસ્થાનના જેસલમેર જિલ્લાના રણ પ્રદેશ મોહનગઢમાં 150 હેક્ટરમાં તીડના ઈંડામાંથી તીડના બચ્ચા નીકળતા હોવાના 155 સ્પોટ મળતાં તીડ નિયંત્રણ વિભાગ હરકતમાં આવ્યું છે. જોકે તીડ ફરીથી એકવાર દેખા દેતા બનાસકાંઠા જિલ્લાના ખેડુતો ભયભીત બન્યા છે. એકબાજુ બીપરજોય વાવાઝોડાની માર સહન કરી બરબાદ થયેલા ખેડૂતો તીડોની દહેશતથી ચિંતામાં ઘેરાયા છે, જેથી હવે તેવો તીડ નિયંત્રણ વિભાગ જલ્દીથી તીડોને નિયંત્રિત કરી ખેડૂતો ને નુકસાન થતું અટકાવે તેવી માંગ કરી રહ્યા છે.

સ્થાનિક ખેડૂત નરસિંહભાઈ મોરે જણાવ્યું કે, 2019-20 માં પણ તીડ નિયંત્રણ વિભાગે તીડને કન્ટ્રોલ કર્યા હોવાનો દાવો કર્યો હતો તો પણ મોટી સંખ્યામાં તીડો આવ્યા હતા અને પાકનો સફાયો કર્યો હતો. પહેલા તીડ આવ્યા એટલે અમે બરબાદ થઈ ગયા હતા અને હવે ફરીથી તીડની દહેશત છે અમે ભયભીત છીએ તંત્ર કઈક કરે નહિ તો અમે બરબાદ થઈ જઈશું. ખેડૂતો હાલ પરેશાન છે,

જોકે રાજસ્થાનના જેસલમેરમાં તીડ વિભાગની ટીમે સ્થતિને કંટ્રોલમાં કરી લીધાનો દાવો પાલનપુરની તીડ નિયંત્રણ વિભાગ કરી રહ્યું છે. પાલનપુરના તીડ નિયંત્રણ વિભાગના પ્લાન્ટ પ્રોટેક્શન ઓફિસર મહારાજસિંહનું કહેવું છે કે જેસલમેરમાં એડલ્ટ તીડ નથી મળ્યા ત્યાં નાના બચ્ચા મળ્યા છે, તેને કન્ટ્રોલ કરી દીધા છે. હાલ અમારો સર્વે ચાલી રહ્યો છે. બિકાનેરમાં એક બે સ્કેટેડ મળી છે, જેમાં અમે બનાસકાંઠા જિલ્લામાં થરાદ, વાવ, સુઇગામ, મધપુરા કાંકરેજમાં તેમજ પાટણ જિલ્લામાં રાધનપુર, સાંતલપુર, વારાહી તો કચ્છ ભુજમાં રાપર અને શામખ્યાલીમાં રૂટીન તેમજ સ્પેશ્યલ સર્વે કર્યો છે. પણ અહીં કઈ જ મળ્યું નથી. અમે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છીએ. અમારી પાસે તીડ આ વિસ્તારમાં છે કે નહીં તે ચેક કરવા માઈક્રોનિયર ઈક્વીપમેન્ટ સહિતની ટિમ 24 કલાક ખડેપગે તૈયાર છે. જેથી અહીં તીડની કોઈ જ શક્યતાઓ નથી. જેથી ખેડૂતો એ બિલકુલ ગભરાવવાની જરૂર નથી સ્થતિ નિયંત્રણમાં છે. આ સમાચારથી ખેડૂતોમાં ચિન્તાની લહેર છે,

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે