Home Main કેમ ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું? શું ફરી એક્ટિવ થશે! જાણો શું કહે...

કેમ ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું? શું ફરી એક્ટિવ થશે! જાણો શું કહે છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ?

0
431
વરસાદ
વરસાદ

ભારતના મોટાભાગના રાજ્યોમાં રંગ દેખાડનાર ચોમાસું હવે થોડું શાંત થવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD એ આવા સંકેતો આપ્યા છે હવામાન વિભાગે માહિતી આપી છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું નબળા તબક્કામાં પ્રવેશ્યું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ એ લગભગ વિરામ લીધો છે, પરંતુ દરેકના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે ગુજરાતમાં હાલ ચોમાસું કેમ નબળું પડ્યું છે. છેલ્લા કેટલાંક દિવસથી ગુજરાતના ખેડૂતો વરસાદ ની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. હાલ તો મજબુત સિસ્ટમ સક્રિય નથી. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કારણ આપ્યું છે કે હાલ ગુજરાતમાં ચોમાસું કેમ નબળું પડ્યું છે.

ચોમાસું નબળું રહેશે
હવામાન વિભાગના મહાનિર્દેશક એમ મહાપાત્રા કહે છે, ‘ચોમાસું હવે નબળા તબક્કામાં પ્રવેશ્યું છે. અમે સમગ્ર જુલાઈ દરમિયાન ચોમાસાનો સક્રિય તબક્કો જોયો. તેમણે કહ્યું કે હવે સક્રિય તબક્કા પછી, અઠવાડિયાનો તબક્કો અપેક્ષિત છે. “ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી દ્વીપકલ્પ અને મધ્ય ભારતમાં ઓછો વરસાદ પડશે,” તેમણે કહ્યું. હિમાલયની તળેટી અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ પડશે. અમે બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના ભાગો જેવા વરસાદની અછતવાળા રાજ્યોમાં વરસાદની અપેક્ષા રાખીએ છીએ.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઓગસ્ટ માસમાં પૂર્વ પેસેફિક મહાસાગરની ગતિવિધિ અને ઉતર પ્રેસેફિક મહાસાગર પર બનેલા ભિન્ન ભિન્ન સ્ટોમના કારણે ભેજ ખેંચાય જાય છે. જેના કારણે સારો વરસાદ થતો નથી. આવી સ્થિતિ ચિંતાનું કારણ બની શકે છે. આ વખતે પૂર્વ પ્રેસેફિક મહાસાગરની ગતિવિધિ ભારતના મોસમને કમજોર કરી રહી છે.

પાકિસ્તાનમાં હવાનું હળવું દબાણ છે. ભેજના કારણે વરસાદી વાતાવરણ છે. ગુજરાતમાં આગામી સમયમાં ઝાપટા પડવાનું પ્રમાણ વધી શકે છે. રાજસ્થાનના ભાગોમાં ઝાપટાનું પ્રમાણ વધુ રહી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઝાપટા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ઝાપટા રહી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા પડશે. 

અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે, હજુ આવું ભેજવાળું વાતાવરણ 18 ઓગસ્ટ સુધી રહેશે. અને ત્યારબાદ કોઈ સિસ્ટમ બનશે અને કંઈક અંશે સારો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 18 ઓગસ્ટથી દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. 16થી 18 ઓગસ્ટમાં વરસાદી વહન સક્રિય થશે. 20થી 22 ઓગસ્ટમાં બંગાળ ઉપસાગરનું વહન સક્રિય થતાં વરસાદ સારું રહે તેવી શક્યતા છે. 

જળ રાશિ ચંદ્ર રાશિ વૃષભથી કર્ક રાશિમાં ગ્રહોની સ્થિતિ જોતા વરસાદી ઝાપટા આપી શકે છે. 17 ઓગસ્ટ બાદ મઘા નક્ષત્ર શરુ થશે એટલે મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો પાક માટે સારુ ગણાય છે. ઝાકરી વરસાદ ઓગસ્ટમાં આવે તો વરસાદનું જોર ગણવું. 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર વચ્ચે ઝાકરી વરસાદ આવે તો ચોમાસુંપૂર્ણતા તરફ વળી રહ્યું હોય તેવું માનવામાં આવે છે. 20 ઓગસ્ટથી વરસાદ આવશે તે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેના કારણે વરસાદ આવશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 27 સપ્ટેમ્બરથી 10 ઓકટોબર વચ્ચે ઝાકરી વરસાદ આવે તો ચોમાસું સમાપ્ત તરફ થઈ રહ્યું હોય તેવું ગણવામાં આવે છે. અત્યારે ઝાકરી વરસાદ આવી રહ્યો છે. એટલે કે વરસાદનું જોર વધે તેવું માનવમાં આવે છે. ગુજરાતમાં હવાનું દબાણ ઉંચું છે. આ ઉપરાત દેશના પૂર્વ ભાગમાં વરસાદ છે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે