રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવનાર કલા સાધક મહીસાગર જિલ્લાના યુવા ચિત્રકાર બિપિન પટેલ સતત સાત વર્ષથી કલાસાધના કરી રહ્યા છે. છેલ્લા 2616 દિવસથી રોજ એક વોટર કલર પેઇન્ટિંગ પૂર્ણ કરતાં આ ગુજ્જુ ચિત્રકારે ગુજરાતના લગભગ તમામ જાણીતા સ્થળ, જંગલો, તથા ઐતિહાસિક વિરાસતો પર વોતક કલર ચિત્ર બનાવ્યા છે. રોજ એક વોટર કલર ચિત્ર બવાવીને સોશિઅલ મીડિયામાં સવારે શેર કરવાનો સંકલ્પ જાળવી રાખ્યો છે. ગુજરાતનો મહીસાગર જીલ્લો કુદરતી સંપદાથી ભરપૂર જંગલો , ખેતરો અને ગામડાનું ધબકતું જીવન તેમના કાગળ અને કેનવાસ પર ઉતર્યું છે.
વૈશ્વિક મહામારી કોરોનાના સમયમાં પણ જનજાગૃતિ દર્શાવતા અનેક વોટર કલર પેઇન્ટિંગ બનાવી ચૂક્યા છે. સતત 2616 દિવસથી અવિરત રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવી અનોખી કલા સાધના જીવનમાં આત્મસાત કરનાર આર્ટીસ્ટ બિપીન પટેલે વિશ્વસ્તરે અને રાષ્ટ્રીયસ્તરે પણ નામના મેળવી છે. આર્ટિસ્ટ બિપિન પટેલએ તેમની કલા યાત્રામાં અનેક કીર્તિમાન સ્થાપ્યા છે.દર ૧૦૦ ચિત્રને વિશેષ રીતે યાદગાર બનાવવાનો સિલસિલો જાળવી રાખ્યો છે. તેમાંદેશની કોઈ એક વિશેષ વ્યક્તિ પર ચિત્ર બવાવવાનું ચુકતા નથી. તે પણ અનોખી રીતે.
મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના છાંયણ જેવા નાના ગામમાંથી આવતા ચિત્રકાર બિપિન પટેલે વોટર કલરથી ઐતિહાસિક સ્થળો, ગ્રામ્ય જીવન, ધબકતું શહેર,જનજાગૃતિ સંદેશ આપતાં અસંખ્ય ચિત્રોનું સર્જન કર્યું છે. નારગોલથી ડિપ્લોમા ફાઈન અને બરોડા યુનિવર્સિટીમાંથી ફાઈન આર્ટ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરેલો છે. આ પહેલા તેમનો એક અનોખો કીર્તિમાન છે, તેઓના સતત રોજ એક વોટર કલર પેઇન્ટિંગના ૧૦૦૦ દિવસ અને ૧૫૦૦ દિવસ પૂર્ણ થયા ત્યારે પણ ઇન્ડીયા વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું યુનેસ્કો ઘ્વારા આયોજિત હેરિટેજ રાણકી વાવ પાટણ ખાતે દર વર્ષે યોજાતી લાઈવ પેઇન્ટિંગ સ્પર્ધામાં સળંગ ચાર એવોર્ડ મેળવેલ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જન્મસ્થાન વડનગર ઉપર બનાવેલ વોટરકલર પેઇન્ટિંગે દિલ્હી ખાતે પ્રધાનમંત્રીની ઓફિસમાં શોભા વધારી છે. એ ઉપરાંત ગુજરાત કલા પ્રતિષ્ઠાન ઘ્વારા બેસ્ટ લેન્ડસ્કેપ અને ગુજરાત યાત્રાધામ વિકાસબોર્ડ ઘ્વારા આયોજિત સોમનાથ ક્લાયજ્ઞ ૨૦૧૭ ભારતભરથી આવેલ ચિત્રકારો વચ્ચે બિપિન પટેલને વિશેષ સન્માન એવોર્ડ મળ્યો હતો. ગુજરાત સહીત ઉદયપુર, જયપુર, ઇન્દોર, આગ્રા, કોલકાત્તા, બેંગ્લોર,મુંબઈ, ઉત્તરાંચલમાં આર્ટ વર્કશોપ દરમિયાન અનેક કાળાજીજ્ઞાસુઓએ વર્કશોપમાં વોટર કલર પેઇન્ટિંગની પ્રાથમિક જાણકારી સહીત અન્ય ટેકનીક શીખીને સંતોષ મેળવ્યો છે. આ કલાકાર કંઈક અલગ જ ચીલો ચાતરીને સભ્ય સમાજને અનોખી રીતે ચિત્ર દ્વારા સંદેશો , ખાસ વ્યક્તિત્વના જન્મ દિવસ પ્રસંગે પોટ્રેઈટ બનાવીને ઉજવતા હોય છે .