ચાલુ પ્રવચને ઢળી પડ્યા નૌતમ સ્વામી

0
240
ચાલુ પ્રવચને ઢળી પડ્યા નૌતમ સ્વામી
ચાલુ પ્રવચને ઢળી પડ્યા નૌતમ સ્વામી

ખેડામાં કઠલાલમાં આયોજિત એક કાર્યક્રમની ઘટનાનો વિડીઓ સામે આવ્યો છે. ચાલુ પ્રવચનમાં સ્વામીનારાયણ સંપ્રદાયના વડતાલ ધામના સંત નૌતમ સ્વામી ચક્કર આવતા ચાલુ પ્રવચને ઢળી પડ્યા . આ કાર્યક્રમનો સોશિઅલ મીડિયામાં વિડીઓ વાઈરલ થયો છે. ગઈકાલે એટલેકે રવિવારે કઠલાલ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા હિંદુ ધર્મ સેનાના પદ નિયુક્તિ માટે દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. નૌતમ સ્વામી ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ છે. આ સમારોહમાં નૌતમ સ્વામી પ્રવચન આપતા હતા તઅને આ કાર્યક્રમમાં સંતો , મહંતો ઉપરાંત રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત હતા. નૌતમ સ્વામી પ્રવચન પૂરું કરીને જય શ્રી રામના નારા લગાવતા હતા ત્યારે જ અચાનક ઢળી પડ્યા અને બાજુમાં સ્થેજ નજીક હાજર વ્યક્તિઓએ તેમને જીલી લીધા હતા. નૌતમ સ્વામીને જીલી લેતા મોટી ઘાત ટળી હતી. પરંતુ આ ઘટના બન્યા બાદ સ્વામીને મોરસ આપી હતી અને તેવો થોડી વારમાં સ્વસ્થ થયા હતા.

ચાલુ પ્રવચને ઢળી પડ્યા નૌતમ સ્વામી

કઠલાલ શહેરમાં આવેલા કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે સંત સમિતિ દ્વારા પ્રેરિત હિંદુ ધર્મ સેના પદ નિયુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૭૦૦ થી વધુ કાર્યકરો , સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને હિંદુ સમિતિના સભ્યો હજાર હતા. આ અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિના અવિચલ દાસજી મહારાજ ની ખાસ ઉપસ્થિતિ હતી. આ ઉપરાંત ખેડા જીલ્લા ભાજપના પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, કઠલાલ કપડવંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રાજેશ ઝાલા, મહુધા વિધાન સભા બેઠકના ધારાસભ્ય સંજય સિંહ મહીડા, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત હતા.

અહી ઉલ્લેખનીય છેકે નૌતમ સ્વમી વડતાલ ધામ સ્વામીનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંત છે અને અનેક ધાર્મિક, સામાજિક સેવાકીય પ્રવુંત્તિઓમાં હમેશા પ્રેરણાદાયી કાર્ય કરતા હોય છે અને તેમના અનુયાઈઓને હમેશા તેમને સેવાકીય કાર્યોમાં સતત પ્રેરણા પુરી પાડે છે.

આપને જણાવી દઈએ કે વડતાલ ધામ સ્વામીનારાયણ સંસ્થાનના અનેક સંતો હાલ દેશ અને દુનિયામાં સનાતન ધર્મ અને સંપ્રદાયના ચુસ્ત પાલન માટે સતત કાર્યરત છે. શાળાઓ, કોલેજો, સહિતની સંસ્થાઓ દ્વારા આ સંતો સમાજસેવાના કાર્યોનો સંદોશો આપી રહ્યા છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઇવ .

સતત સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ