બીપરજોયઃ20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

0
156

બીપરજોય વાવાઝોડાને પગલે રાજ્યમાં   20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.બીપરજોય વાવાઝોડાએ રાજ્યમાં ચિંતા વધારી છે.ત્યારે વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ મોડમાં છે. 15 જૂન સાંજે વાવાઝોડું ટકરાવવાની શક્યતાઓ વ્યકત કરવામાં આવી રહી છે. ત્યારે આ અંગે રાહત કમિશ્નર  આલોક પાંડેએ માહિતિ આપતા જણાવ્યું હતું કે જેમાં ગર્ભવતી મહિલા અને વૃદ્ધોને સૌથી પહેલા શિફ્ટ કરાયા છે. તંત્ર દ્વારા અત્યારે સૌથી વધારે કામ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા પર કરવામાં આવી રહ્યું છે.

સ્થળાંતરની વિગત:

જૂનાગઢ ૫૦૦

કચ્છ ૬૭૮૬

જામનગર ૧૫૦૦

પોરબંદર ૫૪૩

દ્વારકા ૪૮૨૦

ગીર સોમનાથ ૪૦૮

મોરબી ૨૦૦૦

રાજકોટ ૪૦૩૧

કુલ ૨૦૫૮૮

રાજ્યમાં વાવાઝોડાને પગલે એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે.

જાણીએ કઈ જગ્યાએ કેટલી ટીમો છે તૈનાત

NDRF :

જૂનાગઢ ૧

કચ્છ ૪

જામનગર ૨

પોરબંદર ૧

દ્વારકા ૩

ગીર સોમનાથ ૧

મોરબી ૧

રાજકોટ ૩

વડોદરા રિઝર્વ – ૨ ( આ ઉપરાંત ૧ રિઝર્વ ટીમ દીવ ખાતે રવાના)

ગાંધીનગર – ૧ રિઝર્વ

વલસાડ – ૧

કુલ ૧૭+૪

SDRF :

જૂનાગઢ ૧

કચ્છ ૨

જામનગર ૨

પોરબંદર ૧

દ્વારકા ૨

ગીર સોમનાથ ૧

મોરબી ૧

પાટણ ૧

બનાસકાંઠા ૧

સુરત રિઝર્વ – ૧

કુલ ૧૨+૧

ટીકર

બિપરજોય વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ યોજી બેઠક 

વિવિધ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી

દરિયાકાંઠાના વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર

Mansukh Mandaviya

રાજ્યમાં બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું છે.જેના પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં છે. અને બેઠકોનો દોર પણ જોવા મળી રહ્યો છે.  ચક્રવાત બિપરજોયના પગલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને ભાજપના સાંસદ વિનોદ ચાવડાએ  વિવિધ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે ભારત સરકાર, રાજ્ય સરકાર, વાયુસેના, નૌકાદળ, કોસ્ટ ગાર્ડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તમામ એકબીજા સાથે સંકલન કરી રહી છે. આ ચક્રવાતની અસરને ઓછી કરવામાં આવે અને જાનહાનિ ઓછી થાય તેને ધ્યાનમાં રાખીને ઘણા પગલાં લેવામાં આવ્યા છે. 0-10 કિલોમિટર સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ