ઓડિસાના ગોજારા અકસ્માતમાં 285ના મોત,પીએમ મોદીએ હાઇલેવલની બેઠક કરી

0
179

ટ્રેન અકસ્માતમાં 285ના મોત,900 ઘાયલ

રેલવેએ  ઉચ્ચ સ્તરીય તપાસની કરી રચના

પીએમ મોદીએ કરી હાઇલેવલ ની બેઠકઓડિસા ટ્રેન દુર્ઘટનાને લઇને પીએમ એક્શનમાં

ઓડિસામા થયેલા ટ્રેન અકસ્માતમાં 285 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે,આ ગોજારા આકસ્માતની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતીની રચના કરી દેવાઇ છે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અસ્માત સ્થળની મુલાકાત લીધી,, અને તેઓએ જણાવ્યુ કે જે પણ આર્થિક વળતરની જાહેરાત  છે તે થઇ છે,સાથે ઘાયલો માટે તમામ પ્રકારની સ્વાસ્થ્ય સુવિધા આપવામાં આવી છે, તે સિવાય અકસ્માતના કારણો માટે તપાસ થઇ રહી છે, તમને જણાવી દઇ કે રાહત અને બચાવની કામગીરી પુર્ણ થઇ ગઇ છે હવે રેલવે રિસ્ટોરેશનની કામગીરી ચાલી રહી છે અને જે લોકો બચી ગયા હતા, તેમને વિશેષ ટ્રેનથી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પીએમ નરેન્દ્રમોદીએ પણ દુખ વ્યક્ત કર્યુ છે,

ઓડિસામાં થયેલા ગોજારા ટ્રેન અકસ્માતના કારણે સમગ્ર દેશમાં શોકનું માહોલ છે ,,ત્યારે પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યુ છે, સાથે પીએમ મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે હાઇ લેવલ કમિટીની બેઠક કરી હતી, જેમાં રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા, જેમાં અકસ્માતને લઇને સમગ્ર સમગ્ર પ્રઝેન્ટેશન જોયુ હતું અને અકસ્માત કઇ જગ્યાએ થયું હતું તેના કારણો શુ હોઇ શકે તેને લઇને ચર્ચા કરી હતી ,સાથે અસરગ્રસ્તનો તમામ પ્રકારની સુવિધા આપવા માટે પીએમ મોદીએ રેલવે અને સબંધીત વિભાગોને સુચના આપી હતી,