દિગ્વિજય સિંહે કર્યાં પ્રહાર,જાણો શું કહ્યું

0
160

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં રવિવારે ભારે તોફાનને કારણે મહાકાલ લોકની મૂર્તિઓ પડી ગઈ હતી. સપ્તઋષિઓની 6 મૂર્તિઓ પડીને ખંડિત થઈ ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 ઓક્ટોબર 2022ના રોજ ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરમાં મહાકાલ લોકનું ઉદ્ઘાટન કર્યું હતું.ઉજ્જૈનમાં જ શ્રી સાંદીપનિ આશ્રમની સામે વાવાઝોડાને કારણે એક ઝાડ પણ પડી ગયું હતું . ભક્તોનો આબાદ બચાવ થયો હતો.આ અંગે કોંગ્રેસના નેતા કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે કમલનાથજીએ મહાકાલ મંદિરના વિકાસ માટે 3.5 કરોડ રૂપિયા મંજૂર કર્યા, પરંતુ કમનસીબે અમારી સરકાર જતી રહી અને કોન્ટ્રાક્ટ કોને મળ્યો? સપ્તઋષિઓની મૂર્તિઓ, જેના માટે દરેક મૂર્તિ પાછળ 45 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો તે ભારે પવનના કારણે પડી ગઈ હતી, પરંતુ વહીવટીતંત્રનું કહેવું હતું કે પવન જોરદાર હતો, તેથી મૂર્તિઓ પડી ગઈ હતી. 7માંથી 6 મૂર્તિઓ પડી ગઈ છે, તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની તેમજ કોન્ટ્રાક્ટ મંજૂર કરનારા તમામ અધિકારીઓની છે, તે કોન્ટ્રાક્ટરોની ધરપકડ થવી જોઈએ. ભાજપ ધર્મના નામે ધંધો કરે છે