અંબાજીમાં વાવાઝોડું ફૂંકાયા બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

0
164

અંબાજીમાં વીજળી ડૂલ થતા અંધાર પટ છવાયો

મોડી રાત્રે યાત્રા ધામ અંબાજીમાં  વાવાઝોડું ફૂંકાયા બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી.અને વાવાઝોડુંમાં ભારે નુકસાન થયું. આ ઉપરાંત યાત્રાધામ અંબાજીમાં  વીજળી ડૂલ થતા અંધાર પટ છવાયો હતો. વાવાઝોડાને કારણે અંબાજીમાં ઠેર ઠેર જગ્યા દુકાનોના હોર્ડિંગ ઉડ્યા હતા.

અહી ઉલ્લેખનીય છેકે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે. ઉત્તર ગુજરાત , સૌરાષ્ટ્ર , મધ્ય ગુજરાતમાં ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદે તોફાની બેટિંગ કરી હતી.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ